19.7 C
Gujarat
December 23, 2024
EL News

હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ: યુવરાજસિંહ

Share
ગાંધીનગર:

 

ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ફરી એક વખત સમાચારમાં છે અને આ વખતે તેમણે પેપર કાંડના મુદ્દે તેમજ આમ આદમી પાર્ટીમાં સક્રિયતાના મુદ્દા પર નિવેદન આપ્યું હતું.

 

યુવરાજસિંહ દ્વારા આજે ફરી એક વખત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ગાંધીનગર ખાતે તારીખ 15 ઓક્ટોબરની આસપાસના દિવસોમાં યુવા મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. વધુમાં હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ તેમ જણાવ્યું હતું.

 

ગુજરાતમાં પેપર ફૂટ્યાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે આ પેપર કાંડ મુદ્દે જે તે જવાબદાર લોકો વિરુદ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકો વખત રજૂઆત કરી છે ત્યારે યુવરાજસિંહે આજે કહ્યું હતું કે મારે દુઃખી મન સાથે કેહવું પડે છે કે સાત મહિના જેટલો વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી આ બાબતે કોઈ પણ પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી. કોઈપણ વિરુદ્ધ એકપણ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

ગુજરાતની ભરતીમાં થતા કૌભાંડ મામલે અમે સરકાર સામે બાયું ચડાવીશું

 

આ બાબતે વધુ જણાવતા તેમણે કહ્યું હતું કે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ પ્રકારની પત્રકાર પરિષદ કરીને માહિતીની ન આપશો.

આપની પાસે કોઈ માહિતી હોય તો અમને આપવા વિનંતી કરી હતી. ગુજરાત રાજ્યમાં લેવામાં આવતી સરકારી ભરતીની પરીક્ષાઓ અને તેમાં ચાલતી ગેરરીતિ પર હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

 

યુવરાજસિંહ સક્રિય રાજકરણમાં આવશે

 

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તે સક્રિય રાજકરણમાં આવશે અને તે આમ આદમી પાર્ટીમાં સક્રિય થવો નિર્ણય કર્યો છે. આ માટે તેને ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે તેને વિદ્યાર્થીઓનું મહાસંમેલન પણ કરવાની માહિતી પણ આપી હતી.

આ મહાસંમેલન 15 ઓક્ટોબરની આસપાસ યોજાશે અને 50 હજારથ એક લાખ સુધી યુવાનો આ સંમેલનમાં હાજર રહેશે. આ દરમિયાન તેમને કહ્યું કે જો આમ આદમી પાર્ટી આ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી લાડવા માટે ટિકીટ આપશે તો હું ચૂંટણી પણ લડીશ.


યુવરાજસિંહ, ચુંટણી લડશે

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

Related posts

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ,

elnews

અમદાવાદ અટલ બ્રિજ માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ

elnews

કરાંચી જેલથી છૂટી સ્વદેશ પરત ફરેલા દિવના માછીમારની કહાની

elnews

Leave a Comment

error: Content is protected !!