22.6 C
Gujarat
November 20, 2024
EL News

સર્વિસ સેક્ટર રિકવરીના માર્ગ પર, જૂનમાં PMI 11 વર્ષના સર્વોચ્ચ સ્તરે

Share

Shivam Purohit, Panchmahal: એક તરફ જૂન મહિના દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિવિધિઓમાં થયેલા ઘટાડાના સમાચાર બાદ હવે સર્વિસ સેક્ટરના સકારાત્મક આંકડાઓથી રાહત મળી રહી છે. જૂન મહિનામાં સર્વિસ સેક્ટરની ગતિવિધિઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. SP ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસનો PMI એક્ટિવિટી ઇન્ડેક્સ જૂનમાં વધીને 59.2 થયો હતો, જે મે મહિનામાં 58.9 હતો. સર્વિસ સેક્ટરમાં આ વૃદ્વિ 11 વર્ષના સર્વોચ્ચ સ્તરે જોવા મળી છે. જે મજબૂત રિકવરીના સંકેતો આપી રહી છે.સર્વિસ સેક્ટરની માંગમાં ફેબ્રુઆરી 2011 પછીનો સૌથી મોટો સુધારો નોંધાયો હતો અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારાને કારણે તે વધુ મજબૂત બની હતી તેવું એસ એન્ડ પી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના સંયુક્ત નિર્દેશક પોલિયાના ડી લિમાએ જણાવ્યું હતું.

તે ઉપરાંત તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે આગામી મહિનાઓમાં પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વિસ્તરણ જોવા મળશે.આગામી 12 મહિના સર્વિસ સેક્ટરમાં રહેશે તેજીદેશના અનેક કારોબારમાં વધારો તેમજ કંપનીઓમાં માંગમાં તેજીને કારણે સર્વિસ સેક્ટરમાં ગતિવિધિઓને વેગ મળ્યો છે.

કંપનીઓ અનુસાર સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે અને આગામી 12 મહિના સુધી સર્વિસ સેક્ટરમાં આ જ પ્રકારની તેજી જોવા મળી શકે છે. જો કે કિંમતોમાં સતત વૃદ્વિને કારણે કંપનીઓનો વિશ્વાસ ઘટે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખર્ચમાં પણ વૃદ્વિને કારણે માંગ અને પુરવઠા પર અસર થવાની ધારણા છે.

મોંઘવારી બની ચિંતાનું કારણએક તરફ સર્વિસ સેક્ટરમાં ગતિવિધિઓ વધી છે પરંતુ બીજી તરફ મોંઘવારી એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે મોટું ચિંતાનું કારણ બની છે. દેશની માત્ર 9 ટકા કંપનીઓ ભાવિમાં વ્યાપારિક વિસ્તરણની સંભાવનાઓ જોઇ રહી છે. જ્યારે મોટા ભાગની કંપનીઓએ સતત વધી રહેલા ખર્ચને કારણે ઉત્પાદન ઘટશે તેવી આશંકા વ્યક્ત કરી છે. સર્વિસ PMI 2022-23માં વૃદ્વિ તરફ લઇ જશે તેવી ધારણા છે.

Related posts

પંચમહાલ જીલ્લાના મોરવા હ તાલુકાના મોરા પ્રાથમિક શાળાનો ૧૧૫માં સ્થાપના દિવસ અને 39 વર્ષથી સેવા કરતા કર્મનિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈનો વય નિવૃત્ત કાર્યક્રમ

elnews

લઠ્ઠાકાંડ: ઈરાદા પૂર્વક કેમિકલમાંથી દારુ બનાવ્યો.

elnews

સિવિલ માં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

elnews

Leave a Comment

error: Content is protected !!