25.9 C
Gujarat
December 22, 2024
EL News

સરકાર ની વિવિઘ યોજનાઓ હેઠળ પંચમહાલ જિલ્લાના ખેડુતો બન્યા છે આત્મનિર્ભર..જિલ્લામાં પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજનાના ૧૧ હપ્તા ઓ થકી ૨.૩૦ લાખ ખેડૂતોને રૂા.૪૨૭.૧૯ કરોડની ચુકવાઈ સહાય…

Share

Shivam Purohit, Panchmahal: કેંદ્ર અને રાજ્યસરકાર એ દેશના ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર કરેલો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં સરકારશ્રીની વિવિઘ યોજનાઓ હેઠળ ખેડુતોને સહાય ચુકવવામા આવી રહી છે. આ માટે સરકાર દ્વારા આઈ-પોર્ટલ સહિત વિવિધ પ્લેટફોર્મ ઉભા કરીને ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પધ્ધતિઓનું માર્ગદર્શન આપી, જુદી-જુદી

યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાખદકતા વધારી, ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો

હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

પંચમહાલ જિલ્લાનમાં દેશની પહેલી ઓર્ગેનિક યુનિવર્સીટીની સ્થાાપ્નાદ હાલોલ ખાતે કરવામાં આવી છે. વાત કરીએ વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૧-૨૨ દરમ્યાન છેલ્લા પાંચ વર્ષમાં પંચમહાલ જિલ્લામાં રાજય સરકારશ્રીની વિવિઘ યોજનાઓ હેઠળ ખેતીના ભારે સાઘનો માટે ખેડુતોને સહાય ચુકવવામાં આવેલ છે. જેમાં પાક સંરક્ષણ સાઘનો- પાવર સંચાલીત ઘટક હેઠળ ૧૪૮૯ ખેડૂતોને, તાડપત્રી ઘટક હેઠળ ૫૧૬૨ ખેડૂતોને, રોટાવેટર ઘટક હેઠળ ૪૨૧ ખેડૂતોને, તમામ પ્રકારના વાવણીયા ઘટકમાં ૨૯૯ ખેડૂતોને, પાઇ૫ લાઇન ઘટક હેઠળ ૧૬૦૪ ખેડૂતોને, પંપસેટ ઘટક હેઠળ ૧૭૨૧ ખેડૂતોને પાવર થ્રેસર ઘટક હેઠળ ૧૫૪ એમ કુલ ૧૧૮૬૮ ખેડૂતોને રૂા.૧૨૭૫.૬૧ લાખની સહાય ચુકવવામાં આવી છે.

  વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કૃષિક્ષેત્રે વપરાતા ટ્રેકટર, રોટાવેટર, પાવર થ્રેસર, કલ્ટીવેટર, સીડડ્રીલ, પંપસેટ, તાડપત્રી, વિનોઇગ ફેન, માલવાહક વાહન વગેરે જેવા નવિન સાઘનોની ખરીદી કરવા માટે ૭૧૮૮ ખેડૂતોને પૂર્વમંજુરી આપવામાં આવી છે. જે પૈકી ૩૩૮૧ ખેડૂતોએ નવિન સાઘનો વસાવી દરખાસ્ત કરતા તેઓને રૂા.૬૫૧.૦૪ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.

  કેન્દ્રછ અને રાજય સરકારશ્રી થકી ખેડૂતલક્ષી વિવિઘ યોજનાઓ હેઠળ છેલ્લાદ પાંચ વર્ષ દરમ્યાંન પંચમહાલ જિલ્લામમાં કુલ ૧૫૬૫૮ ખેડૂતોને રૂા.૩૨૮૮.૦૦ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. ખેડૂત ખાતેદાર અકસ્માહત વિમા યોજના હેઠળ છેલ્લા  પાંચ વર્ષમાં ૫૮૨ અરજદારોને રૂા.૪૬૬.૦૦ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.વર્ષ ૨૦૧૯ દરમ્યાહન કૃષિ સહાય પેકેજ હેઠળ રૂા.૩૪.૦૦ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે. તથા વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન જાબુંઘોડા તાલુકાના ૨૭૫ લાભાર્થીઓને ૧૧.૪૧ લાખની સહાય ચુકવેલ છે. ખેતીના ભારે સાઘનોમાં ટ્રેકટર ઘટક હેઠળ છેલ્લાહ ચાર વર્ષમાં જિલ્લાેમાં ૧૯૯૮ ખેડૂતોને રૂા.૯૦૧.૩૫ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. મુખ્યહમંત્રી પાક સંગ્રહ સ્ટ્રાકચર (ગોડાઉન) યોજના અંતર્ગત બે વર્ષ દરમ્‍યાન ૯૧૫ લાભાર્થીઓને રૂા.૩૮૮.૮૦ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. મુખ્ય્મંત્રી કિસાન પરીવહન (માલ વાહક વાહન) યોજના અંતર્ગત બે વર્ષ દરમ્યારન ૯૫ લાભાર્થીઓને રૂા.૬૭.૨૫ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.

પ્રઘાનમંત્રી કિસાન સમ્માલન નિઘિ યોજના ભારત સરકારશ્રી ઘ્વા રા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ખેડૂત કુટુંબને વાર્ષિક રૂા.૬૦૦૦/- ની સહાય ડીબીટીના માઘ્ય્મથી તેઓના ખાતામાં સીઘી રકમ જમાં કરવામાં આવે છે. જેનાથી ખેડૂતોને ખાતર અને બીયારણની ખરીદી કરવામાં મદદરૂપ થાય છે. પંચમહાલ જિલ્લા માં ૧૧ હપ્‍તાઓ થકી છેલ્લા  ત્રણ વર્ષ દરમ્યાનન ૨.૩૦ લાખ ખેડૂતોને રૂા.૪૨૭.૧૯ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે. ચાલુ વર્ષ દરમ્યાન રાજય સરકારશ્રી દ્રારા ખેડૂતોને હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી, જીવાત નિયત્રંણની માહિતી, કૃષિ વિષયક પ્રકાશનો, કૃષિ તકનિક વિષયક માહિતી તેમજ સરકારી યોજનાઓની માહિતીની અને તેની અરજી ઘરે બેઠા થઇ શકે તે માટે સરકારશ્રી દ્રારા ખેડૂતોને નવિન સ્માર્ટફોન વસાવા માટે ખરીદ કિંમતના ૪૦% અથવા રૂા.૬૦૦૦/- ની સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સાત પગલાં ખેડૂત કલ્યા/ણના પગલાં હેઠળ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ પદ્વતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને નિદર્શન ૭પ% કીટમાં સહાય આપવા માટે યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં પ્રાકૃતિક કૃષિ પઘ્ધરતિનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિ કિટ (પ્રવાહી જીવા મૃત બનાવવા માટે) ર૦૦ લીટરનું ઢાંકણા વગરનું ડ્રમ, ૧૦ લીટરના બે પ્લાસ્ટિક ના ટોકર(ટબ), તથા ૧૦ લીટરની એક પ્લા સ્ટિલકની ડોલ આપવાના થાય છે.

  ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાથી કુલ ૫૯૫૦ નમુના લઇ જમીન

ચકાસણી પ્રયોગ શાળામા ચકાસણી અર્થે મોકલવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પંચમહાલ જિલ્લાના આઇ-ખેડુત પોર્ટલ પર કુલ ૧૭૪૨૮ અરજીઓ થયેલ છે તે પૈકી ૧૬૭૯૨ અરજીઓ ને એલિજિબલ કરેલ છે અને લક્ષાંક મુજબ મંજુરી આપવાની કામગીરી ચાલુ છે તેવુ ખેતીવાડી અધીકારી પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Related posts

વડોદરાની ડભોઈ બેઠક પર રાજસ્થાન જેવું થાય છે

elnews

વડોદરામાં માલધારીઓની દૂધ હડતાળથી લોકો પરેશાન

elnews

મહિને ફક્ત 60 રૂપિયા ભરો, સુરક્ષાની ગેરેન્ટી સાથે પાછા મળશે રૂપિયા…

elnews

Leave a Comment

error: Content is protected !!