22.6 C
Gujarat
November 20, 2024
EL News

શ્રાવણ: કુંવારી છોકરીઓએ ભૂલથી પણ આ કામ ના કરવા જોઇએ.

Share
Lifestyle:

શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનામાં અનેક ઘરોમાં લોકો ઉપવાસ કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનામાં વ્રત રાખવા માટે કેટલાક નિયમો હોય છે.

માન્યતાઓ અનુસાર કુંવારી કન્યાઓ માટે સોમવારનું વ્રત ખૂબ ફળદાયી હોય છે. જે કન્યાઓ આ મહિનામાં સોમવારનું વ્રત વિધિ-વિધાન અને પૂરી શ્રદ્ધા સાથે કરે છે એમના પર ભોલેનાથની કૃપા હંમેશ માટે બની રહે છે.

તો જાણો સોમવારનું વ્રત કરતા સમયે ખાસ કરીને કઇ બાબતોનું ધ્યાન રાખશો.

 

 

હળદર અને તુલસી ના ચઢાવો

 

 

માન્યતાઓ અનુસાર કુંવારી કન્યાઓએ ક્યારે પણ ભગવાન શિવને શ્રાવણ મહિનામાં હળદર અને તુલસીના પાન ચઢાવવા જોઇએ નહિં.

જો તમે સોમવારના વ્રતમાં આ ભૂલ કરો છો તો તમને અનેક ઘણી તકલીફો પડી શકે છે. આ માટે ક્યારે પણ હળદર અને તુલસીના પાન ચઢાવશો નહિં.

 

 

માથે દુપટ્ટો બાંધીને પૂજા કરો

 

 

અનેક છોકરીઓની આદત હોય છે કે તેઓ માથું ખુલ્લુ રાખીને પૂજા વાર્તા કરે છે. આમ, જો તમે પણ માથુ ખુલ્લુ રાખીને પૂજા કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.

આ માટે હંમેશા માથા પર દુપટ્ટો કે સાડીથી માથું ઢાંકો અને પછી પૂજા-વાર્તા કરો. વ્રતની વિધી કરવાની આ રીતે એકદમ સાચી છે.

 

 

 આ મંત્રનો જાપ કરો

 

કુંવારી કન્યાઓએ પોતાને ગમતો વર પામવા માટે પાંચ માળાના જાપ કરવા જોઇએ. માળાના જાપ કરતા સમયે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો.

 

 

અન્નનું સેવન ના કરો

 

 

શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત દરમિયાન તમે અન્નનું સેવન કરશો નહિં. આ વ્રત દરમિયાન તમે મેંદો, લોટ, બેસન જેવી વસ્તુઓ ખાવાનું ટાળો.

 

 

લસણ-ડુંગળી ખાશો નહિં

 

 

જો તમે સોમવારનું વ્રત કરી રહ્યા છો તો તમારે લસણ-ડુંગળી ખાવાનું ટાળવું જોઇએ. આ સમય દરમિયાન તમે બને એમ સાદો ખોરાક ખાઓ.

આમ, જો તમે શ્રાવણ મહિનો કરો છો તો પણ તમારે લસણ-ડુંગળી ખાવું જોઇએ નહિં.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

‘બોલ્ડ એમ્બિશન્સઃ ધ ટ્રાયમ્ફ્સ ઑફ વુમન ટ્રેલબ્લેઝર્સ’ પુસ્તકનું મુંબઈમાં વિમોચન

elnews

ગોધરા નાં વિશેષ આકર્ષણ નાં પાયા માં કોણ કોણ હતું જાણો…

elnews

3 August 2022, રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

Leave a Comment

error: Content is protected !!