16.4 C
Gujarat
December 22, 2024
EL News

વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા, 12 ઈંચ સુધી વરસાદ..

Share

અમદાવાદ: અમદાવાદમાં(Ahmedabad) ગઈ કાલે રાતથી લઈને વહેલી સવાર સુધી સાંબેલાધારા વરસાદ (rain) વરસ્યો હતો. જેના કારણે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી (water) ભરાયા હતા. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં જોવા જઈએ તો ઓછો વધુ વરસાદ જોવા મળ્યો હતો. જેમાં પાલડીમાં સૌથી વધુ 12 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો રાત્રે ચાર કલાક દરમિયાન જે મુસળધાર વરસાદ વરસ્યો હતો તેમાં શહેરના રસ્તાઓ સવાર સુધી બંધ રહે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી.

તો અન્ય વિસ્તારોની વાત કરીએ તો બોડકદેવ, થલતેજ સહીતના વિસ્તારોમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત જોધપુર, બોપલમાં પણ 8 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો હતો આ સિવાય ગોતામાં 6 ઈંચથી વધુ વરસાદ તો સરખેજમાં 7 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો હતો.

અન્ય મોટાભાગના વિસ્તારોમાં 4થી 5 ઈંચ આસપાસ અમદાવાદમાં વરસાદ નોંધાયો હતો. મેઘ મહેરના કારણે અમદાવાદ જાણે જળબંબાકાર થયું હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી. જેમાં વાસણા બેરેજના દરવાજા પણ ખોલવા પડ્યા હતા. પાણી વધુ આવતા 8 દરવાજા ખોલવા પડ્યા હતા.

ખાસ કરીને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોતા તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક ઝાડ પણ દાણીલિમડા વિસ્તારમાં પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. કેટલીક સ્કૂલોમાં પાણી ભરાઈ જતા રજા આપવામાં આવી હતી.

કેટલાક જાહેર રોડ પર વાહનો પણ ખોડવાતા એમ જ પડી રહ્યા હતા. આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી હતી.સિઝનનો 40 ટકા આસપાસનો વરસાદ શુક્રવારથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદમાં જોવા મળ્યો હતો.

ખાસ કરીને પ્રહલાદનગર વિસ્તારની અંદર તળાવની પાળી તૂટી જતા સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ઘુસ્યા હતા જેના કારણે કેટલીક કાર પણ ડૂબવા જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

ખાસ કરીને ચોમાસું બેસ્યા બાદ પહેલીવાર આ પ્રકારે વરસાદની સ્થિતિ અનરાધાર રીતે જોવા મળી હતી. અષાઢ મહિનો અમદાવાદને ફળ્યો હોય તેમ વરસાદી માહોલ જોવા મળતા ગરમીથી ત્રસ્ત બનેલા લોકોને રાહત પણ મળી હતી.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા

elnews

ઓગસ્ટના અંતે ભારે વરસાદની શક્યતા નહીંવત, જાણો હવામાન

elnews

અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગમાં ગેરહાજર કર્મચારીઓ સામે ફરીયાદ

elnews

Leave a Comment

error: Content is protected !!