Crime updates
લૂંટ-ધાડના ગુનામાં નાસતા ફરતાં બે પ્રરપ્રાંતીયને એસઓજી ટીમે દબોચ્યા
અમરેલી જિલ્લામાં હાલ ઘણા લોકો ભાગીયા રાખીને ખેતી કરાવે છે. જોકે ભાગીયાની ભૂગોળનો મોટાભાગના લોકોને ખ્યાલ હોતો નથી. જેના કારણે ક્યારેક ભાગીયાના વેશમાં ગુનેગારો રહેતા હોય છે. બગસરા તાલુકાના બાલાપુર ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ઠુમ્મર તા.૧૪-૦૮-૨૦૨૧ના રોજ પોતાની વાડીએ રાત્રે કપાસમાં પાણી વાળવા ગયા હતા. તે સમયે બે આરોપીએ તેમના ખેતરમાં આવી આડેધડ ધોકા, પાઇપો વડે જીવલેણ હુમલો કરી તેમની પાસેથી મોબાઇલ, ટુ વ્હીલર તથા રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે લાઠી તાલુકાના જરખીયા ગામના કાળુભાઈ માધાભાઈ કાકડીયાની વાડીએ બે ઈસમો આવ્યા હોવાની માહિતી
આ પણ વાંચો…નૅશનલ ગેમ્સ -૨૦૨૨ની યજમાની માટે અમદાવાદ બની રહ્યું છે સજ્જ.
હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી મળતાં તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હાલ વડોદાર જિલ્લાના કરજણ તાલુકાના રોપા તથા ડેરોલી ગામે રહેતા અને ભાગીયા તરીકે કામ કરતાં રાધેશ્યામ મેહરસિંહ મુવેર (ઉ.વ.૨૭) તથા રાકેશ થાનસિંગ મહેડા (ઉ.વ.૨૫)ને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા લાઠી પોલીસ સ્ટેશનને સોંપી દેવાયા હતા લૂંટ-ધાડના ગુનામાં નાસતા ફરતાં બે પ્રરપ્રાંતીયને એસઓજી ટીમે દબોચ્યા