Crime:
૧૮૧ અભયમ નાં કાઉન્સેલર નાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલકાનાં એક ગામમાં થી ૧૮૧ મહિલા હેલપલાઇન માં એક મહિલા નો કૉલ આવેલ અને જણાવેલ કે મારા પતિ સાથે મારા સગા ભાભી નું અફેર છે તેના કારણે મારા પતિ મારકૂટ કરે અને જાનથી મારી નાખવાની ધમકી બતાવે છે અને ઘરેથી કાઢી મુકેલ છે.
પીડિતા બહેન નો કૉલ આવતાં ની થોડી જ ક્ષણોમાં ૧૮૧ ટીમ ઘટના સ્થળે જવા નીકળી ગઈ હતી. પછી ૧૮૧ ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા અને મહિલા કોન્સટેબલ શિવાનીબેન જાની દ્વારા પીડિતા બહેન નું કાઉન્સિલીંગ કર્યું હતું.
પીડિતા બહેન ના પતિ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકયા હતાં
કાઉન્સલિન્ગ કરતાં જાણવા મળ્યું હતું કે પીડિતા બહેન ના પતિ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકયા હતાં. બહેન તેના પિયરમાં આવી ૧૮૧ અભયામમાં મદદ માટે કૉલ કર્યો હતો.
પીડિતા બહેન ના પતિએ ખુબજ મારકૂટ કરી હતી તેમને પહેરેલા કપડા ઉતાવરાવી માર મારવામાં આવેલ હતો.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પીડિતાને ૧૦ વર્ષ નો દીકરો છે. તેમના પિયર વાળા ને પણ ધમકી બતાવે છે. પીડિતાના ભાભી નું કાઉન્સિલીંગ કર્યું હતું. ત્યારબાદ તેના પતિને બોલાવી ૧૮૧ ના કાઉન્સેલર તેમની સાથે વાતચિત કરી સમજાવવામાં આવ્યા હતા.
પીડિતાના ભાભી સાથે વાતચિત કરી
કાઉન્સેલર દ્વારા કાયદાકિય સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૮૧ના કાઉન્સેલર મધુબેન દ્વારા પીડિતાના ભાભી સાથે વાતચિત કરી તેનું વધુ કાઉન્સિલીંગ કર્યું હતું.
જો તું મારી સાથે વાતચિત નહિ કરે તો હું તારા પતિ ને મારી નાખીશ
તેમાં જાણ્યુ કે પીડિતા બહેન ના પતિ પીડિતા બહેન ના ભાભીને મોબાઇલ ફોન લઈ આપેલ અને સાથે તેને દબાણ કર્યું હતુ કે જો તું મારી સાથે વાતચિત નહિ કરે તો હું તારા પતિ ને મારી નાખીશ અને મારી પત્ની ને પણ મારી નાખીશ.
પીડિતા બહેન ના સમાજના વડીલો સાથે વાતચિત કરી હતી.પીડિતાબેન ના પતિને કાયદાની સમજ આપેલ. પછી તે તેની ભૂલ સ્વીકારી હતી.
આ પણ વાંચો…૨૬ વર્ષિય ટ્વિંકલ નો મરિચ્યાસ યોગનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ.
પીડિતા ના પતીને અસરકારક કાઉન્સિલિંગ કરી સમજાવેલ અને સમાજના વડીલો ની રૂબરૂમાં માફી માગી હતી. ત્યારબાદ ઘર સંસાર માં ધ્યાન આપીશ ફરી આવું નહિ થાય તેની બાહેધરી આપી હતી.
સલાહ માર્ગદર્શન આપ્યું હતું.. પરંતુ બહેનને પતિ દ્વારા વધુ મારપીટ થયેલ હતી તેની સારવાર માટે તેઓ ૧૦૮ માં કૉલ કરેલ પછી તેમને સારવાર માટે ગોધરા હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા.