EL News

ભરતી: પોસ્ટ એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ.

Share
ભરતી:

સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા દ્વારા ટપાલ જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુનું તા.૧૬.૦૮.૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

 

સ્થળ- સમય- તારીખ

રસ ધરાવતા ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યુ માં હાજર રહી શકે છે. જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ ની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા ખાતે તા.૧૬/ ૦૮ /૨૦૨૨ ના રોજ ૧૧:૦૦ થી ૧૫:૦૦ કલાકે રાખવા માં આવ્યું છે.

 

સાથે શું લઈ જશો

ઉમેદવારો એ પોતાના બાયો ડેટા,ઉંમર નું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનું  ( જો હોય તો ) દાખલો લાવવાના રહેશે.

 

પાત્રતા

ઉમેદવાર ધો. ૧૦ મું પાસ કે તેને સમકક્ષ ( કેન્દ્ર / રાજ્ય સરકાર દ્રારા માન્યતા પ્રાપ્ત પરીક્ષા ) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ની હોવી જોઈએ.

એક્સ લાઇફ એડવાઇઝરો આંગણ વાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો,સ્વ સહાય જુથ ના કાર્યકરો એક્સ સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇ પણ વ્યક્તિ ઇન્ટરવ્યૂ માં ભાગ લઈ શકશે.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા નાં રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટર માં જાણકાર, સ્થાનિક જગ્યા ના જાણકાર ઉમેદવારો ને પ્રાથમિકતા આપવા માં આવશે.

કોઈપણ જીવન વીમા માં કામ કરતા એજન્ટ ને પી.એલ.આઈ, આર.પી.એલ. આઈ ની એજન્સી મળવાપાત્ર નથી.

સરનામાની ગુગલ મેપ લીંક:

http://Panchmahal Division Post Office Godhra 02672 254 731 https://maps.app.goo.gl/f9DrEoB8hHz8eLwN8

 

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ તથા ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ

elnews

અમદાવાદ: જાહેર માર્ગો પર સ્ટંટ રોકવા સરકાર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે?

elnews

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લા મા વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી કરેલ ઊજવણી

elnews

Leave a Comment

error: Content is protected !!