હેર કેર:
ચોમાસાની સિઝન શરૂ થતા સાથે જ વાળની અનેક સમસ્યાઓ વધવા લાગે છે. ભેજવાળા વાતાવરણની સૌથી મોટી અસર વાળ પર થાય છે. વાતાવરણમાં સતત ભેજ રહેવાને કારણે વાળ ચીકણા જલદી થઇ જાય છે જેના કારણે વાળ ખરવા, વાળમાં ખોડો થવો..જેવી અનેક સમસ્યાઓ લોકોને થવા લાગે છે. આમ, જો તમારા પણ ચોમાસા વાળ અતિશય ખરે છે અને ખોડો પડે છે તો આ ટિપ્સ તમારા માટે જોરદાર કામની છે. તો ફોલો કરો તમે પણ…
ખરતા વાળને બંધ કરવા માટે મેથી સૌથી બેસ્ટ છે
ખરતા વાળને બંધ કરવા માટે મેથી સૌથી બેસ્ટ છે. મેથી સ્વાસ્થ્યથી લઇને સ્કિનની અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે.
આ માટે તમે રાત્રે મેથીને પાણીમાં પલાળી દો અને બીજા દિવસે મિક્સરમાં એની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટ તમારા વાળમાં લગાવો અને અડધો કલાક પછી હેર વોશ કરી દો. જો તમે આ પ્રયોગ અઠવાડિયામાં એક વાર કરશો તો તમારા ખરતા વાળ બંધ થઇ જશે.
ખરતા વાળ બંધ થઇ જશે અને વાળ સિલ્કી પણ થશે
ખરતા વાળને બંધ કરવા માટે અને વાળમાં ખોડો થયો હોય તો એને દૂર કરવા માટે તમે વાટકીમાં થોડુ કોપરેલ લો અને એમાં લસણની કળી અને સાથે એક ચમચી તલનું તેલ ભેળવો. ત્યારબાદ આ તેલને બરાબર ધીમા ગેસે ગરમ કરો. ગરમ કરવાથી સ્મેલ આવવા લાગશે.
હવે આ તેલ નોર્મલ ઠંડુ પડે એટલે તમારા વાળમાં નાંખો અને એક આખો દિવસ રહેવા દો. આમ કરવાથી તમારા ખરતા વાળ બંધ થઇ જશે અને વાળ સિલ્કી પણ થશે.
તમારા ઘરમાં તમે ઇંડુ લાવતા નથી તો તમે પાકા કેળાનો ઉપયોગ કરી શકો છો
વાળની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે ઇંડુ સૌથી બેસ્ટ છે. જો કે ઘણાં ઘરોમાં આ વસ્તુ લાવવાની સખત મનાઇ હોય છે. જો તમારા ઘરમાં તમે ઇંડુ લાવતા નથી તો તમે પાકા કેળાનો ઉપયોગ કરી શકો છો.
આ માટે તમે પાકા કેળાને મેશ કરી લો અને પછી એમાં એક ચમચી મધ નાંખો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી દો અને પછી વાળમાં નાંખો. એક કલાક રહીને હેર વોશ કરી લો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં બે વાર કરશો તો તમારા વાળ સિલ્કી થશે અને સાથે લાંબા પણ થશે. આ સાથે જ ખોડો, વાળ ખરવા જેવી સમસ્યા પણ દૂર થઇ જશે.
આવી જ જાણકારી માટે જોડાયેલા રહો El News સાથે અને આજે જ ડાઉનલોડ કરો તમારા પ્લેસ્ટોર ઉપરથી El News.
Application link: https://play.google.com/store/apps/details?id=com.elnews