17.6 C
Gujarat
December 22, 2024
EL News

ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી.

Share
પાટણ:

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન દેશભરમાં આ પર્વની ઉજવણી શ્રાવણ સુદ પુનમના દિવસે કરવામાં આવે છે.

જોકે , ગુજરાતનું એક એવું ગામ છે જ્યાાં શ્રાવણ સુદ પુનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી નથી. તેના બદલે ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનનું પર્વ ઉજવે છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ

તેની પાછળ એક ઈતિહાસ વણાયેલો છે આ ગામ છે. પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસના બદલે બહેન ભાઈને ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધે છે.

છેલ્લા 650 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. તેરસના દિવસે ગોધણસા દાદાના મંદિરે મેળો ભરાય છે અને રક્ષાબંધનની ઉજવણી થાય છે.

જે સૌથી પહેલા નારીયેળ બહાર લઈને આવે તે વિજેતા

લોકવાયકા મુજબ આજથી 650 વર્ષ પહેલા ગોધાણા ગામમાં રક્ષાબંધનના દિવસે બળેવીયા દોડાવવાનો રિવાજ હતો. ગામના તળાવમાં નારીયેળ કાઢવાની સ્પર્ધા યોજવામાં આવતી હતી. જેમાં જે સૌથી પહેલા નારીયેળ બહાર લઈને આવે તે વિજેતા થતો હતો.

જે તળાવમાં ડૂબી ગયા હતા,પરંતુ તેઓની કોઈ ભાળ મળી નહી

આ રિવાજ પ્રમાણે ગામના ચાર યુવાનો ખાલી ઘડો લઈ તળાવમાં નારીયેળ કાઢવા ગયા હતા જે તળાવમાં ડૂબી ગયા હતા. જેથી ગ્રામજનોએ કલાકો સુધી તેઓ બહાર આવે તેવી રાહ જોઈ હતી , પરંતુ તેઓની કોઈ ભાળ મળી નહી.

ભાદરવા સુદ તેરસના દિવસે ચમત્કારિક રીતે આ યુવાનો તળાવમાંથી જીવતાં બહાર નીકળ્યા

છેવટે ચારેય યુવાનો મૃત પામ્યા હોવાનું સમજી રક્ષાબંધનના દિવસે જ કરૂણ ઘટના બનતા રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

આ દરમિયાન ભાદરવા સુદ તેરસના દિવસે ચમત્કારિક રીતે આ યુવાનો તળાવમાંથી જીવતાં બહાર નીકળ્યા હતા જેથી ગામમાં આનંદની લાગણી છવાઈ હતી. ત્યારથી ગ્રામજનો શ્રાવણ સુદ પૂનમના બદલે ભાદરવાની તેરસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરે છે.


પાટણ, ગોધાણા ગામ


આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

ગુજરાત હાઈકોર્ટે પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય

elnews

ભેસાણ ગામ પાસે બાઇક સવાર ત્રણ મિત્રોનો અકસ્માત થયો હતો

elnews

અમદાવાદમાં રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન

elnews

Leave a Comment

error: Content is protected !!