EL News

ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ ખાતે રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ નું અનાવરણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું

Share

ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ (ચ-૦) ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગીરના જંગલની અનુભૂતિ કરાવતા આ પ્રોજેક્ટને ગૃહ – મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગૃહ – મહેસુલ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ રાજયના પાટનગર વાસીઓને એશિયાઇ સિંહો અને ગીરના જંગલની અનુભૂતિ કરાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીએ કંપનીના સહયોગથી ગીરના જંગલ અને ગુજરાતનું ગૌરવ એવા સિંહોને વિશ્વમાં પ્રમોટ કરવાની ઉમદા કામગીરી કરી રહ્યા છે. તેમના દ્વારા વિવિઘ ટુંકી ફિલ્મો, કોફી ટેબલ બુકો અને અન્ય માઘ્યમથી ગીરના સિંહોને વિશ્વ કક્ષાએ ઉજાગર કરી રહ્યા છે. ગાંધીનગરના હાર્દસમા ઇન્દ્રોડા સર્કલ ( ચ- ૦ ) ખાતે ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત નું નિર્માણ કરીને નગરમાં એક નવું આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ એશિયાઇ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી નો એક ભાગ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે.

પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેકટ લગભગ ૫૫ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. જેમાંથી ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત લગભગ ૨૫ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિઘ પ્રાણીઓ અને પક્ષીઓ જેવા કે સિંહની ૧૨ પ્રતિકૃતિ, દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરૂ, લંગુર, કિડીખાઉ, ગીઘ વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.

મને ગીરના સિંહો પ્રત્યે અપ્રતિમ લગાવ છે, તેવું કહી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ કંપની ગીર અને ગીરના સિંહો માટે ત્રણ દાયકાથી વઘારે સમયથી કામ કરી રહી છે. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ગૃપ દ્વારા ગીરના જંગલમાં સિંહો કુવામાં પડી ન જાય તે માટે કુવાઓની પાડી ઉંચી કરવા સાથે સિંહોના રક્ષણ અને જંગલના વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પાંચ જેટલી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના એરપોર્ટમાં ડોમેસ્ટીક ટર્મિનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા એશિયાટીક સિંહો પર આધારિત ધી ગીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ ખાતે આ જ પ્રકારના પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એસ.કે.ચતુર્વેદી, અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ ( ઇન્ચાર્જ) નિત્યાનંદ વાસ્તવ સહિત આમંત્રિત મહાનુભાવો અને રિલાયન્સ કંપની પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

દીનુમામાએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું!

elnews

બરતરફ કરાયેલા કર્મચારીએ ફેક્ટરીના માલિકના મૃત્યુ પર નકલી સહી કરી

cradmin

પોલીસનો નવો કીમિયો: વાહન ચાલકો લને દંડ ને બદલે હેલ્મેટ

elnews

Leave a Comment

error: Content is protected !!