EL News:
દેશમાં સસ્તા ખાદ્યતેલની અપેક્ષા વધી ગઈ છે. હવે સરકારે ખાદ્યતેલોના ભાવ નિયંત્રણમાં રાખવાની કવાયત શરૂ કરી છે. સરકારની આ કવાયત બાદ ખાદ્યતેલ સસ્તું થવાની ધારણા છે. આ સંદર્ભમાં ખાદ્ય સચિવે બુધવારે ખાદ્ય તેલ કંપનીઓ અને તેલ આયાતકારો સાથે બેઠક બોલાવી છે.માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સરકાર ખાદ્ય તેલના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓને ખાદ્ય તેલની કિંમતો ઘટાડવા માટે કહી શકે છે. સરકાર વતી, કંપનીઓ, ખાદ્ય તેલના આયાતકારો અને ઉત્પાદકો બંનેને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મળનારી બેઠકમાં દેશમાં ખાદ્યતેલોના ભાવની સમીક્ષા કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં દેશમાં ખાદ્યતેલોની કિંમતો ઉંચી રહી છે.
આને ધ્યાનમાં રાખીને સરકાર વતી ખાદ્યતેલના આયાતકારો અને ઉત્પાદકોને વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ આગામી સમયમાં દેશમાં ખાદ્યતેલોની કિંમતોમાં નરમાઈ જોવા મળી શકે છે.નોંધનિય છે કે, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં $400 સુધીનો ઘટાડો થયો છે.
થોડા દિવસો પહેલા, કંપનીઓએ પોતે તેલના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, પરંતુ તે પૂરતું નથી. હવે આખરે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરીને તેલના આયાતકારો અને ઉત્પાદકો સાથે વાત કરવાનું મન બનાવ્યું છે.