26 C
Gujarat
November 19, 2024
EL News

કાયદાના ઉલ્લંઘન બદલ WhatsApp એકાઉન્ટ્સ વિરુદ્વ કાર્યવાહી કરાઇ.

Share

 

દેશ વિદેશ:

 

મેટાની માલિકી હેઠળના વોટ્સએપે નવા આઇટી નિયમો, 2021ના અનુપાલન હેઠળ જૂનના મહિનામાં ભારતમાં 22 લાખથી વધુ એકાઉન્ટ્સ પર બેન મૂક્યો હતો. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી હતી.

 

મે મહિનામાં પણ કંપનીને દેશમાં 19 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મેસજિંગ પ્લેટફોર્મને જૂનમાં દેશની અંદર 632 ફરિયાદો મળી હતી જેમાંથી 64 વિરુદ્વ કાર્યવાહી કરાઇ હતી.

 

કંપનીના પ્રવક્તાએ શું કહ્યું

 

કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, વોટ્સએપ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓની વચ્ચે દૂરુપયોગ રોકવા માટે ઇન્ડસ્ટ્રી લીડર છે.

 

છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે અમારા પ્લેટફોર્મ પર પોતાના યૂઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનિક, ડેટા વિજ્ઞાનીઓ તેમજ વિશેષજ્ઞો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.

 

કાયદાના ઉલ્લંઘન બદલ એકાઉન્ટ્સ વિરુદ્વ કાર્યવાહી કરાઇ

 

આઇટી નિયમ, 2021ના નિયમ 4(1) (ડી) અનુસાર પ્રકાશિત, રિપોર્ટમાં ભારતમાં યૂઝર્સથી પ્રાપ્ત ફરિયાદોના જવાબમાં વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હતી.

 

ફરિયાદોને એક સિસ્ટમ દ્વારા પ્રાપ્ત કરાઇ હતી અને દેશના કાયદા અને સેવાની શરતોના ઉલ્લંઘન માટે તેના પર રોક અને ટ્રેસ માટે અનેક માધ્યમથી એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાઇ હતી.

 

ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અનુપાલન રિપોર્ટનું પાલન કરવું પડે છે

 

એકાઉન્ટ્સ એક્શન એ રિપોર્ટને દર્શાવે છે, જ્યાં વોટ્સએપે રિપોર્ટના આધારે કાર્યવાહી કરી હોય. નવા આઇટી નિયમ 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતી મોટી ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માસિક અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાનો રહે છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી જે રામ મંદિર ખાતે 1 થી દોઢ મહિના સુધી ચાલશે

elnews

ATGL સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનમાં ₹. 15,000 કરોડનું રોકાણ કરશે

elnews

તો પછી જાહેરાત કરવાની ક્યાં?

elnews

Leave a Comment

error: Content is protected !!