અજિતસિંહ જાડેજા, મહેસાણા:
ગતરોજ મહેસાણા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત તાલુકા ની ADM મહેકમની કાયમી જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓએ ડી.ડી.ઓ. તથા પ્રમુખ જિલ્લા પંચાયત,મહેસાણા તેમજ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા ને પોતાની કેટલીક માંગો ને લઈને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર માં તેઓએ જણાવ્યું હતુ કે, “જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા અંતગૅત તાલુકાની ADM મહેકમની કાયમી જગ્યાઓ પર ફરજ બજાવીએ છીએ. સરકાર ફિકસ પગાર નિતિ મુજબ (૧)સમાન કામ સમાન વેતન (૨) કાયમી કમૅચારીઓને મળતા લાભ આપવા (૩) પાંચ વષૅ પૂરા કરેલ કમૅચારીઓને કાયમી કરવા વિગેરે જેવી માંગણીઓ સંતોષવામાં નહી આવે તો તા.૧૮/૦૭/૨૦૨૨ ના દિવસ થી ગાધી ચિધ્યા માગૅ અચોક્કસ મુદતની હડતાલ પર જવાનુ છે,જયાં સુધી અમારી માગણીઓ સંતોષાશે નહી ત્યાં સુધી અમે અમારી ફરજ પર હાજર રહીશું નહીં જે લગત ડી.ડી.ઓ. તથા પ્રમુખ જિલ્લા પંચાયત,મહેસાણા તેમજ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા ને આજ રોજ આવેદનપત્ર આપેલ છે.”
હવે જોવાનું એ રહ્યું કે મહેસાણા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત તાલુકા ની ADM મહેકમની કાયમી જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની માંગ ને ધ્યાનમાં રાખીને તંત્ર કોઈ એક્શન લેશે કે કર્મચારીઓ ને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા મજબુર કરશે.