Business Idea:
આજના યુગમાં ઘરે બેઠા બેઠા પણ નાના મોટા બિઝનેસ (Business) શરૂ કરી શકાય છે. તેમાં પાપડ બનાવાનો બિઝનેસ (Business) છે. જેને આપ ઘરેથી પણ ઓછા રૂપિયામાં શરૂ કરી શકશો.
જો આપના પાપડ યૂનિક અને સ્વાદિષ્ટ હશે તો આપ મોટી કમાણી કરી શકશો. ભારત સરકારે નેશનલ સ્મોલ ઈંડસ્ટ્રીઝ કોર્પોરેશન (National Small Industries Corporation) અંતર્ગત તેના માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે.
આ ખર્ચમા ફિક્સ્ડ કેપિટલ (Fixed Capital) અને વર્કિંગ કેપિટલ (Working Capital) બંને સામેલ છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફિક્સ્ડ કેપિટલમાં 2 મશીન, પેકેઝિંગ મશીન ઈક્વિપમેંટ જેવા ખર્ચ સામેલ છે અને વર્કિંગ કેપિટલમાં સ્ટાફના ત્રણ મહિનાની સેલરી, 3 મહિનાનામાં લાગતા રો મટિરિયલ અને યુટિલિટી પ્રોડક્ટનો ખર્ચ સામેલ છે. આ ઉપરાંત તેમાં ભાડૂ, વિજળી, પાણી, ટેલીફોનનું બિલ જેવા ખર્ચાઓ પણ સામેલ છે.
બિઝનેસ (Business) માં આટલી વસ્તુંની જરૂર
આ બિઝનેસ (Business) ને શરૂ કરવા માટે ઓછામાં ઓછા 250 વર્ગ ફુટની જગ્યાની જરૂર હોય છે. આ ઉપરાંત 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝરની જરૂર પડે છે.
તેને શરૂ કરવા માટે આપને 4 લાખ રૂપિયાની લોન મળી જશે. તે બાદ આપે ફક્ત 2 લાખનું રોકાણ કરવાનું રહેશે.
ક્યાંથી મળશે લોન
લોન લેવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત કોઈ પણ બેંકમાં અપ્લાઈ કરી શકો છો. લોનની રકમ 5 વર્ષ સુધીમાં પાછી આપી શકો છો.
કેટલી થશે કમાણી
પાપડ તૈયાર કર્યા બાદ આપ તેને જથ્થાબંધ માર્કેટમાં વેચી શકશો. આ ઉપરાંત રિટેલ દુકાન, કરિયાણા સ્ટોર, સુપરમાર્કેટમાં પણ સંપર્ક બનાવીને તેનું સેલ વધારી શકો છો.
એક અનુમાન મુજબ જો કુલ 6 લાખ રૂપિયા લગાવવા પર આપ આરામથી 1 લાખ રૂપિયા મહિનાની કમાણી કરી શકશો. તેમાંથી આપનો પ્રોફિટ 35000થી 40,000 ફિક્સ રહેશે.