Bharuch:
દેશ, રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજન માફી માંગે, ભરૂચ જિલ્લા ભાજપે નોંધાવ્યો સખત વિરોધ.
– દેશના પેહલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કરી કોંગ્રેસે પોતાની હીન માનસિકતા છતી કરી
– કસક સર્કલ ખાતે ભાજપે વિરોધ પ્રદર્શન યોજયું
દેશના 15 માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભરૂચ જિલ્લા ભાજપે સખત વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચ કસક સર્કલ ખાતે ગુરૂવારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ હાથમાં પ્લે કાર્ડ સાથે કોંગી નેતા અને સાંસદ અધિરંજન ચૌધરી દેશ, રાષ્ટ્રપતિની માફી માંગે તે માટે દેખાવો યોજ્યા હતા.
કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે.
દેશના બંધારણ વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે આ નારી શક્તિનું પણ અપમાન છે. ભરૂચ જિલ્લા ભાજપે સુત્રોચ્ચારો સાથે કોંગી નેતા સામે ભારે રોષ વ્યકત કરી તેઓ પોતાના આવા સંબોધન બદલ દેશ, રાષ્ટ્રપતિની માફી માંગે તેઓ સૂર વ્યક્ત કરાયો છે.
ભરૂચ જિલ્લા ભાજપના આ કોંગી સાંસદ સામે વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, મહામંત્રી દીપક મિસ્ત્રી સહિત આગેવાનો, નગરસેવકો, મહિલા હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ કોંગ્રેસ સાંસદના આ સંબોધનને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું.