25.8 C
Gujarat
December 21, 2024
EL News

અઢી વર્ષ બાદ લોકલ-મેમુ ટ્રેન તબક્કાવાર ચાલુ કરાશે..

Share
Good News:

આણંદ-નડિયાદથી અમદાવાદ, વડોદરા જતાં 2 હજારથી વધુ મુસાફરોને લાભ મળશે, અઢી વર્ષ બાદ લોકલ-મેમુ ટ્રેન તબક્કાવાર ચાલુ કરાશે.

કોરોના સંક્રમણના પગલે 25મી માર્ચ 2020માં તમામ રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ તબક્કાવાર જુદી જુદી એકસપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.

પરંતુ લોકલ અને મેમુ ટ્રેન બંધ હોવાથી સ્ટેશનો ખાલી ખમ ભાસતા હતા. તેમજ ગરીબ અને મધ્મયવર્ગ ને લોકલ ટ્રેનો બંધ હોવાથી વધુ નાણાં ખર્ચીને બહાર જવાનો વખત આવતો હતો.

જો કે આગામી ઓગષ્ટ માસમાં 5મી ઓગષ્ટ થી લઇને17 ઓગષ્ટ સુધી બંધ કરવામાં આવેલી 10 મેમુ ટ્રેનો રાબેતા મુજબ દોડતી જોવા મળશે.

મેમુ અને લોકલ ટ્રેન બંધ થઇ જતાં અમદાવાદ થી વડોદરા વચ્ચે દોડતી મેમુ ટ્રેનનો અગાઉ નાના ફેરિયાઓ અને વેપારીઓ ગામડાઓમાં વેપાર કરવા જવા માટે ઉપયોગ કરતાં હતા.

તેવા આણંદ -ખેડા જિલ્લાના 800 થી વધુ વેપારીઓને તેનો લાભ મળશે.

કણજરી-બોરીઆવી થી દૈનિક 150થી વધુ વેપારીઓ લોકલ ટ્રેનમાં ગામડાઓમાં વેપાર માટે જતાં હતા. જયારે અમદાવાદ -વડોદાર જવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મેમુ ટ્રેનનો ઉપયોગ વધુ કરે છે.

ખાસ કરીને તહેવાર પર તો મેમુ ટ્રેનમાં દૈનિક 5 હજારથી વધુ લોકો અવરજવર કરે છે. જેથી લોકલ મેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેતા જનતામાં આનંદ વ્યાપી ગયો છે.

જેના કારણે રેલવે આવકમાં વધારો થશે.

જાણો ૫ ઓગસ્ટ થી ટ્રેન ક્યાં જશે, ક્યારે જશે અને કેટલા વાગે..

(01)  05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09311(ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરાથી- અમદાવાદ મેમુટ્રેન વડોદરાથી સવારે 07:15 વાગ્યે ઉપડીને અમદાવાદ10:10 કલાકે પહોંચશે.

(02)  06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદથી વડોદરા મેમુઅનરિઝર્વ્ડ સ્પેશિયલ 08:05 કલાકે અમદાવાદથી ઉપડીને 11:15 કલાકે વડોદરા પહોંચશે.

(03)  18મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09318 (ઓરિજિનલ ટ્રેન 69104) આણંદથી – વડોદરા મેમુ ટ્રેન આણંદથી સવારે 4.20 ઉપડીને વડોદરા સ્ટેશને 5.45 પહોંચશે.

(04)  16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરાથી અમદાવાદ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20 કલાકે વડોદરાથી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ પહોંચશે.

(05)  17 ઓગસ્ટથી ટ્રેન નંબર 09274(ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદથી આણંદ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23.45 કલાકે અમદાવાદથી ઉપડીને 1:25 કલાકે આણંદ પહોંચશે.આ ટ્રેન ફક્ત મણીનગર સ્ટેશન પર ઉભી રહેશે.

(06)  આણંદ -ભરૂચ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 17:50 કલાકે આણંદથી ઉપડીને 20:45 કલાકે ભરૂચ પહોંચશે.

(07)  06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09299 (ઓરિજિનલ ટ્રેન 69175) ભરૂચથી આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 06:00 કલાકે ભરૂચથી ઉપડીને 08:55 કલાકે આણંદ જં. પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(08)  07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ થી ગાંધીનગર મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 18:10 કલાકે આણંદથી ઉપડીને 21:00 કલાકે ગાંધીનગર પહોંચશે.

(09)  08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276 (ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગરથી આણંદ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 07:20 કલાકે ગાંધીનગરથી ઉપડીને 10:55 કલાકે આણંદ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ તથા ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ કર્યો કબ્જે

elnews

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

elnews

આર્ષ પુરોહિતે પ્રખર વક્તા તરીકે રાજ્ય માં સ્થાન મેળવ્યું, ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી એ કર્યાં સન્માનિત.

elnews

Leave a Comment

error: Content is protected !!