Ahmedabad :
હાલમાં જ PM મોદી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી અહીં જવાની કોઇ ફી નહોતી. પરંતુ હવે અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે ફીના દર નક્કી કરાયા છે. બંને સ્થળે જવા માટે 3-12 વર્ષના બાળકોની એન્ટ્રી ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ફેરિયાઓને અહીં પ્રવેશ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મુલાકાતીઓ આ બ્રિજ પર રમતગમતના સાધનો લઈ જઇ શકશે નહીં.

મુલાકાતીઓએ ચાર્જ આપવો પડશે
ઉલ્લખેનીય છે કે હવે અમદાવાદના અટલ ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે હવે મુલાકાતીઓએ ચાર્જ આપવો પડશે. મળતી જાણકારી અનુસાર, આવતીકાલથી અટલ બ્રિજ પર 3થી 12 વર્ષના બાળકો માટે અને 60 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે પ્રવેશ ફી 15 રૂપિયા વસૂલાશે. તો 12 વર્ષથી 60 વર્ષના નાગરિકો માટે એક કલાકના 30 રૂપિયા ટિકિટ ચાર્જ વસૂલાશે.
આ પણ વાંચો..ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ ખાતે રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ નું અનાવરણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું
ઉંમર પ્રમાણે આટલા પૈસા આપવા પડશે
-3 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો ના પ્રવેશ માટે 15 રૂપિયા
-12 થી 60 વર્ષના નાગરિકો માટે એક કલાકના 30 રૂપિયા દર
-60 વર્ષથી ઉપરના નાગરિકો માટે પણ 15 રૂપિયા