21 C
Gujarat
December 22, 2024
EL News

એકાઉન્ટમાં નથી રૂપિયા તો પણ કરી શકો છો શોપિંગ

Share
Business, EL News

Bank Facility: કેટલીકવાર વ્યક્તિ પાસે રૂપિયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. ઉપરાંત, ક્રેડિટ કાર્ડમાં કોઈ બેલેન્સ બાકી રહેતું નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ખાસ કરીને નોકરિયાત લોકોના જીવનમાં આ સમય વારંવાર આવે છે. સમસ્યાને ગંભીરતાથી લેતા બેંકે આવી સુવિધા શરૂ કરી છે. જેના દ્વારા તમે તમારા એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડમાં રૂપિયા ન હોવા છતાં પણ ખરીદી કરી શકો છો. હાલમાં ફક્ત ICICI બેંકે જ પે લેટર (Pay Later) સુવિધા શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ઘણી અન્ય બેંકો પણ ગ્રાહકો માટે ટૂંક સમયમાં આ સુવિધા શરૂ કરવા જઈ રહી છે.

PANCHI Beauty Studio

EMI માં કરો પેમેન્ટ

નવી સુવિધા હેઠળ પાત્ર ગ્રાહકો બેંકની ‘બાય નાઉ, પે લેટર’ (Buy Now, Pay later) સર્વિસનું સરળતાથી EMI સુવિધાનો લાભ લઈ શકે છે. કોઈપણ ખરીદી કર્યા પછી તમે તે ચુકવણી સરળ હપ્તાઓમાં ચૂકવી શકો છો. તમને આ સ્કીમની ખાસ વાત જણાવી દઈએ કે, આ સુવિધા માત્ર ઓફલાઈન ગ્રાહકો માટે જ માન્ય રહેશે. આ સુવિધા સાથે તમે ઘરની વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ, કરિયાણા, ફેશન એપેરલ, મુસાફરી અને હોટેલ બુકિંગ સહિતની અનેક જરૂરીયાતની વસ્તુઓની ખરીદી કરી શકો છો. ગ્રાહકો તેમની અનુકૂળતા મુજબ કુલ રકમ 6 અથવા 9, 12 હપ્તામાં ચૂકવી શકે છે.

આ પણ વાંચો…રેસિપી / ઘરે જ બનાવો કંદોઈ જેવા માવા પેંડા

સુવિધાથી રૂપિયાની અછત નહીં સર્જાય

આપને જણાવી દઈએ કે, પે લેટર (Pay later) દ્વારા કરવામાં આવેલ UPI પેમેન્ટ માટે EMI સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા તમે સરળ હપ્તામાં કુલ રૂપિયા ચૂકવી શકો છો. તેની સાથે, તમે કોઈપણ રૂપિયા વિના જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકશો. આપને જણાવી દઈએ કે, ICICI બેંક 2018માં ઓનલાઈન પે લેટર (PayLater) સુવિધા શરૂ કરનાર પ્રથમ બેંક હતી, પરંતુ હવે ખાનગી ક્ષેત્રની અન્ય બેંકોએ પણ આ સુવિધા શરૂ કરવાની યોજના બનાવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શેરબજારમાં તેજીનો દોર ચાલુ, તોફાની વૃદ્ધિ સાથે સેન્સેક્સ 65000ને પાર

elnews

આ 2 શેરોએ 4 મહિનામાં 4000% સુધીનું વળતર

elnews

ફક્ત 3 મહિના કામ કરીને કરોડપતિ બની જાય છે લોકો,

elnews

Leave a Comment

error: Content is protected !!