Narmada, EL News
આજે વિશ્વ માં 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે અદાણી વિલમાર અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત પ્રયાસ થી નર્મદા જિલ્લા મા ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ ૨૦૧૯ ના વર્ષથી નર્મદા જિલ્લામાં કુપોષણ નિવારણ સહિત સામાજિક કલ્યાણના કાર્યો કરી રહ્યું છે. આ કાર્યોનો ફાયદો ઇચ્છીત લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ફાઉન્ડેશને જિલ્લાના વિવિધ ગામોની સ્થાનિક 215 જેટલી મહિલાઓને પસંદ કરી છે . અને તેમને તાલીમ આપીને સુપોષણ સંગીની તરીકે તૈયાર કરી છે, નર્મદા જિલ્લા ના દરેક ગામમાં હાજર સંગીની બહેન માતાઓ અને કિશોરીઓ ને પોષણ અને આરોગ્ય ઉપર માર્ગદર્શન આપે છે. તેઓ 0-5 વર્ષના બાળકોમાં કુપોષણ નિવારણ માટે આંગણવાડી અને સમુદાય ના સહકાર થી કામ કરી રહ્યા છે
પર્યાવરણ ની જાળવણી એ આપણી સઘળી જવાબદારી છે એ સમજ સમાજ ના લોકો મા આવે તે પણ પર્યાવરણ ની જાળવણી માટે તત્પર રહે તેવી જાગૃતિ લોકો સુધી પહોંચાડવા સુપોષણ સંગીની ઓ બાગાયતી વૃક્ષો અને સામાજિક વનીકરણની સરકારની યોજના હેઠળ લાભાર્થીઓને પસંદ કરવાથી લઇ વૃક્ષારોપણને અનુરુપ જમીન તથા વાવવામાં આવેલા છોડને પૂરતું પાણી ઉપલબ્ધ બને તેવી પાયાની સંભાળ લેવામાં મહત્વની ભૂમિકા ભજવીને ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે. બાગાયતી વૃક્ષો ના વાવેતર થી, કુટુંબ સ્તરે પોષણ વધારી શકાય છે. તે પણ સમજાવવા માં આવ્યું.
કુદરતી સંપત્તિના રક્ષણ અને તેની જાળવણી માટે આ વિસ્તારમાં જનજાગૃતિનું કાર્ય પણ સંભાળતી આ સંગીનીઓએ સરગવાના પાન અને સિંગના રસોઈમાં ઉપયોગનું ગામે ગામ નિદર્શન પણ કર્યું હતું. પરિણામે, સરગવાનો વપરાશ વધ્યો આ વૃક્ષો દ્વારા પર્યાવરણ પર તેની શી અસર થાય છે, તેનુ મહત્વ સમજાવવા મા આવ્યું.
આ પણ વાંચો… High Heels: શું તમે ફેશનમાં હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો?
પ્રોજેકટ સુપોષણમાં કુપોષણને અટકાવવામાં જાગૃતતાના વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત વનવિભાગના સહયોગ થી આ વર્ષે પણ વૃક્ષારોપણ નો કાર્યોક્રમ કરવામાં આવી રહ્યો છે જેમાં સુપોષણ ટિમ તથા સંગીની બેનો દ્વારા ગ્રામ્ય સ્તરે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું જેમા વિવિધ પ્રકારના રોપા જેવાકે લીમડો, અરડૂસી,તુલસી, જામફળ,સરગવો,આમળા,દાડમ,લીંબુ,આંબા,સીતાફળ વગેરે રોપાઓ આંગણવાડી,ગ્રામપંચાયત,શાળાઓમાં અને લાભાર્થીઓ સાગર્ભામાતા,ધાત્રીમાતા,નબળા બાળક તથા કિશોરીઓના ઘરની આસપાસની જગ્યામાં વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણમાં થતો સુધારો તેમજ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ આ વર્ષની થીમ મુજબ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને અટકાવવા માટે વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. આમ,અદાણી ફાઉન્ડેશન દ્વારા આખા નર્મદા જિલ્લાના 210 ગામોમાં 550 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા.