28.7 C
Gujarat
December 22, 2024
EL News

કામનું / ક્યા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાનનો 14મો હપ્તો,

Share
Business , EL News

PM Kisan Yojana Latest News: પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Nidhi Yojana) કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. જેનો ખેડૂતોને ઘણો ફાયદો મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકારની આ મહત્ત્વકાંક્ષી યોજના સાથે લગભગ 9 કરોડ ખેડૂતો જોડાયેલા છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 2-2 હજાર રૂપિયા મળે છે.

PANCHI Beauty Studio

દર વર્ષે મળે છે 6 હજાર રૂપિયા

સરકાર આ યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. આ ઉપરાંત આ યોજનામાં રજિસ્ટર્ડ ખેડૂતો માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ જરૂરી બનાવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પણ છે. 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારથી એ જાણવા માટે કે તમને આગામી હપ્તો મળશે કે નહીં, તમે આગળ લખેલી પ્રોસેસને ફોલો શકો છો-

આ પણ વાંચો…સુરત: કરોડોના ક્રિકેટ સટ્ટાના રેકેટમાં મસમોટો ખુલાસો!

આ પ્રોસેસથી કરો ચેક

સૌથી પહેલા તમે પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જાવો
તેના પછી ‘બેનિફિશિયરી સ્ટેટસ’ વાળા ઓપ્શન પર ક્લિક કરો
અહીં યોજના સંબંધિત તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા 10 આંકડાનો મોબાઈલ નંબર દાખલ કરો
તેના પછી તમે સ્ક્રીન પર નજરે પડતા કેપ્ચા કોડને દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો
તેના પછી તમારી સામે સ્ક્રીન પર સ્ટેટસ નજરે પડશે. આ સ્ટેટસ દ્વારા તમે જાણી શકો છો કે રૂપિયા આવશે કે નહીં
તેના પછી તમે ઈ – કેવાયસી, પાત્રતા અને લેન્ડ સીડિંગ આગળ શું મેસેજ લખેલુ નજરે પડે છે, તેને જુઓ
જો આ ત્રણેયમાંથી કોઈ એક આગળ પણ ‘નો’ લખેલુ છે તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો
જો ત્રણેય આગળ ‘યસ’ લખેલુ છે તો તમને હપ્તાનો લાભ મળશે

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ સ્ટાર્ટઅપ પર સુનીલ શેટ્ટીએ મોટું રોકાણ કર્યું છે

elnews

શા માટે ભારત છોડીને જઈ રહી છે કેટલીક વિદેશી કંપનીઓ

elnews

સક્સેસ સ્ટોરી / એક સમયે 1 ફ્લેટથી ધંધાની કરી હતી શરૂઆત

cradmin

Leave a Comment

error: Content is protected !!