રમત ગમત:
નેશનલ ગેમ્સના ચેરમેન પદે ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન દ્વારા આનંદેશ્વર પાંડેની વર્ણી
હાલના સમયમાં રમતગમત એ યુવાનો માટે ખૂબ જ મોટી તક લઈને આવે છે ત્યારે આવનારા સમયમાં ગુજરાત માં યોજાનાર નેશનલ ગેમ્સના ચેરમેન પદે ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન દ્વારા આનંદેશ્વર પાંડેની વર્ણી કરવામાં આવી છે.
રમત ગમત ક્ષેત્રે યુવકો તથા યુવતીઓને આગળ વધવા માટે મેદાનમાં મહેનત કરવી પડતી હોય છે અને તેમાં પણ લાખો રમતવીરો માંથી જૂજ રમતવીરોને જ નેશનલ તથા ઇન્ટરનેશનલ રમતોમાં ભાગ લેવાનો મોકો મળતો હોય છે.
જે મહાનુભાવની વરણી કરવામાં આવી છે તે આ પદ માટે યોગ્ય ગણાય ખરા?
ત્યારે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રમતોમાં ખેલાડીઓના સિલેક્શન ની પ્રક્રિયા અત્યંત પારદર્શક હોવી અનિવાર્ય બની જતું હોય છે પરંતુ હાલ ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન દ્વારા ચેરમેન પદે જે મહાનુભાવની વરણી કરવામાં આવી છે તે આ પદ માટે યોગ્ય ગણાય ખરા?
લંપટ અને મહિલા ખેલાડીઓ ના શોષણ માટે હંમેશા ચર્ચામાં
આનંદેશ્વર પાંડે માટે એવી લોક ચર્ચાઓ જાણવા મળી છે કે તેઓ લંપટ અને મહિલા ખેલાડીઓ ના શોષણ માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે. અને હાલમાં જ ઘણી મહિલા ખેલાડીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેની કાળી કરતું તો નો પડદા ફાશ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા ઉપર ફરતા મેસેજ તેમજ પોસ્ટમાં આ રીતે લખવામાં આવ્યું છે ” ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા ગુજરાત માં યોજાનાર નેશનલ ગેમ્સ ના ચેરમેન પદે લંપટ આનંદેશ્વર પાંડે ની નીયુક્તી કરવામાં આવી છે. જે હાલમાં જ ઘણી મહીલા ખેલાડીઓ દ્વારા શોશીયલ મીડીયા ના માધ્યમ થી તેની કાળી કરતૂતો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અને ઘણી મહીલા ખેલાડીઓ ના શારીરિક શોષણના અને તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવાના સાબિતીઓ સાથે આક્ષેપો કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર પાસે આશા છે આવા નરાધમો ને ગુજરાત તેની ગરીમા નહીં સોંપે. નેશનલ ગેમ્સ ૨૦૨૨ માં ગુજરાતી તરીકે હું આ નરાધમ નો વિરોધ કરું છું.”
અને આ લખાણની સાથે આનંદેશ્વર પાંડેની અજાણી મહિલાઓ સાથે બિભત્સ તસવીરો સહિત ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન નો લેટર પણ જોડવામાં આવ્યો છે.
આવા ચરિત્ર વાળા વ્યક્તિને ચેરમેન પદ આપીને શું ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન યોગ્ય કરી રહી છે કે કેમ એ તો ચેરમેન પદ આપવા વાળા જ જાણે…