16.4 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટમાં છરી વડે મહિલા પર હુમલો

Share
Rajkot:

રાજકોટની અંદર જાહેરમાં ધમકી આપતો અને છરી વડે હુમલો કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુષ્કર્મની ફરીયાદ પાછી ખેંચી લો નહીંતર જાનથી મારી નાખીશું તેમ બે શખ્સો દ્વારા મહિલા અને તેના પતિને ધમકી આપી છે. ગુજરાતમાં છાસવારે ક્રાઈમની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓ સામે ગુનાખોરીનો ગ્રાફ કાબુમાં આવવાની જગ્યાએ ખુલ્લેઆમ આ પ્રકારે લુખ્ખી દાદાગીરી અને હુમલાઓ થઈ રહ્યા છે.

Measurline Architects
Click Advertisement To Visit

રાજકોટમાં 3 શખ્સોએ મહિલાને તેની બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી. બાઈક પર આવેલા ઈસમોએ પહેલા મહિલાને જાહેરમાં થપ્પડ મારી અને પછી છરીના ઘા માર્યા હતા.

આ પણ વાંચો…અમદાવાદમાં એસ.જી. હાઈવે પર યુવકનો મળી આવ્યો મૃતદેહ

રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં બાઇક પર આવેલા શખ્સે મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ખુલ્લી છરી વડે આતંક મચાવ્યો હતો. જેમાં મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં આ ઘટના સામે આવતા ચકચારી મચી ગઈ છે. આ સીસીટીવીનો વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોને છૂટોદોર મળી ગયો છે.

પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા તેણે તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અજીતસિંહ ચાવડા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે પોલીસે પણ ચક્રોગતિમાન કર્યા હતા.

અગાઉ પણ આ મામલે ફરીયાદ પાછી ખેંચવા માટે દબાણચ કરવામાં આવ્યું હતું પરંતુ મહિલા અને પરીવાજનો દ્વારા આ વાત ના માનતા તેમને ફરી એકવાર હુમલો કર્યો હતો. હુંમલો કર્યા બાદ આ શખ્સ ભાગી નિકળ્યા હતા. જાહેરમાં હુમલો કરવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જે સીસીટીવી સામે આવતા ખુલ્લેઆમ દાદાગીરી અને ગુનાખોરીના દ્રશ્યો રાજકોટની અંદર જોવા મળ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા પણ આ દિશામાં વધુ કાયદાકીય કામગિરી આગળ વધારવામાં આવી રહી છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ: વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ

elnews

પતિ-પત્ની હવન કુંડમાં પોતપોતાના મસ્તકની પૂજા કરે છે

elnews

ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાની ઉપલબ્ધી

elnews

Leave a Comment

error: Content is protected !!