Dahod:
દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ ખાતે યોજાયેલી આઠ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા માં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા દેશભક્તિસભર અનુરોધ કર્યો હતો.
દાહોદ નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા કેન્દ્રીય વિધાલયથી નીકળી હતી ચન્દ્રશેખર આઝાદ ચોક, સૈફી હોસ્પિટલ, ભગવાન બિરસા મુંડા ચોક, માણેકચોક, નગરપાલિકા, સરદાર પટેલ ચોક, એપીએમસી, મંડાવ ચોકડી, ચાકલીયા ચોકડી, ડો. બાબા સાહેબ આંબેડકર ચોક, વિશ્રામ ગૃહ, સરસ્વતી સર્કલ, વિવેકાનંદ સર્કલ, બસ સ્ટેશન થઈને જિલ્લા સેવા સદન ખાતે તિરંગા યાત્રા નું સમાપન થયુ .
જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને જિલ્લા પોલીસ અધિકક્ષ બલરામ મીણા એ નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા.
તીરંગા યાત્રામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ માનભેર તિરંગો લહેરાવી દેશ ભક્તિના નારા લગાવ્યા હતા.આ સાથે મા ભારતીના જયઘોષથી સમગ્ર દાહોદ પંથક ગુંજી ઉઠ્યું હતું.
આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાધેલા, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શંકરભાઇ અમલીયાર સહિતના અધિકારી ઓ અને કર્મચારી ઓ તથા મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહયા હતા.
