Health Tips :
શિયાળામાં ચામડી સુકાવાને કારણે ચીરા પડવાની વધુ સમસ્યા રહે છે, ઉપરાંત શરીરે ખંજવાળ, લાલ ચકમા થાય છે. ગરમ પાણીને બદલે હુંફાળુ પાણીથી સ્નાન કરવું જોઈએ તેવું સ્કિન રોગ નિષ્ણાંત તબીબે જણાવ્યું છે. શિયાળાની શરૂઆત થઈ છે. ચામડીના રોગનું પ્રમાણ અન્યની સરખામણીએ વધુ હોય છે.
શિયાળામાં ચામડી સુકાવાને કારણે પગ, હાથમાં ચીરા પડે છે. ખંજવાળ આવે, ક્યારેક લાલ ચકમા થઈ જાય છે. પોરબંદરમાં સ્કિન રોગ નિષ્ણાંત ડો. શૈલેષ કંટારિયાએ જણાવ્યું હતુંકે, શિયાળામા વાતાવરણમા ભેજ ઘટી જાય છે તેથી ટ્રાન્સ એપીડર્મલ વોટર લોસ વધી જાય છે.
આ પણ વાંચો…મધુ શ્રીવાસ્તવે કહ્યું જો ચૂંટણી જીતીશ તો પણ ભાજપ….
ચામડીના ઉપરના પડમાથી પાણી ઓછુ થઇ જાય છે. શિયાળામા ખાસ કરીને બાળકોમા થતુ ખરજવુ અને સોરીયાસીસ વકરે છે. ડો. કંટારિયાએ વધુમાં જણાવ્યું હતુંકે, શિયાળામા સાબુ નો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઇએ. વધુ પડતા ગરમ પાણીથી લાંબા સમય માટે સ્નાન કરવાથી પણ ચામડીનુ કુદરતી તેલ ધોવાય જાય છે.
ચામડી શુષ્ક થઇ જાય છે, તેથી વધુ ગરમ પાણી વાપરવાને બદલે સહેજ હુંફાળા પાણીથી સ્નાન કરવુ જોઇએ. કોઇ પણ કુદરતી તેલ અથવા તો મોઇસ્ચ્યુરાઈઝર લગાવવુ જોઇએ. વીટામીનથી ભરપુર શાકભાજી અને ફળો વધુ લેવા જોઇએ તેમજ પુષ્કળ પાણી પીવુ જોઈએ તેવું જણાવ્યું હતું.