Gujarat EL News
ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. 2009માં કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી, પરંતુ પાર્ટીએ ત્યાર બાદ આ તમામ બેઠકો ગુમાવી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભાજપને ફાળે બે ટર્મથી તમામ બેઠકો આવી છે. 156ની જીત બાદ લોકસભામાં પણ સીઆર પાટીલના નેતૃત્વમાં ભાજપ હેટ્રીક માટે તૈયારી કરી રહ્યું છે પરંતુ હવે જોવાનું એ છે કે, ભાજપ ક્લિન સ્વીપ કરશે કેમ.
દેશના બંને રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં એક પણ સીટ કોંગ્રેસને જીતવા નથી દીધી. શું ભાજપ 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ક્લીન સ્વીપ કરી કરીને હેટ્રિક કરશે? 2024ની ચૂંટણીમાં પાર્ટીને કેટલા ટકા વોટ મળશે?
લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2009માં ભાજપે 15 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી, પરંતુ 2014માં કોંગ્રેસનો સફાયો થયો હતો. 2019માં, ફરીથી ભાજપે કોંગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી ન હતી અને 26માંથી 26 બેઠકો મેળવી હતી.
આ પણ વાંચો… ભારતમાં આટલા લાખમાં વેચાશે એલન મસ્કની ટેસ્લા કાર, થઈ ગયું કન્ફર્મ,
2024ની ચૂંટણી માટે પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 400થી વધુ સીટો જીતવાની તૈયારી કરી લીધી છે. લોકસભાની વર્તમાન ટર્મ પ્રમાણે એપ્રિલમાં લોકસભાની ચૂંટણી શક્ય છે. આ લોકસભાનો કાર્યકાળ 16 મે સુધી છે. 2019માં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં જ યોજાઈ હતી. જે બાદ પીએમ મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.