28.8 C
Gujarat
November 25, 2024
EL News

ચોમાસામાં કેમ બગડી જાય છે પાચનતંત્ર?

Share
 Health Tips, EL News

મોટાભાગના લોકો વરસાદમાં પેટની સમસ્યાથી પરેશાન રહે છે. બને એવું છે કે આ સિઝનમાં આંતરડાના બેક્ટેરિયા સૌથી વધુ પ્રભાવિત થાય છે. પેટનું pH  ખરાબ રહે છે અને આંતરડાના બેક્ટેરિયા અસંતુલિત રહે છે. આ સિવાય આ સિઝનમાં ખરાબ પાચનક્રિયા પાછળ બીજા પણ ઘણા કારણો છે. જે ફૂડ પોઈઝનિંગ, ઝાડા અને ઉબકા વગેરેનું કારણ બની શકે છે. તો ચાલો આ બધા કારણો વિશે વિગતવાર જાણીએ.
Measurline Architects
દૂષિત ખોરાક અને પાણીથી થાય છે ફૂડ પોઈઝનિંગ –

વરસાદમાં દૂષિત ખોરાક અને પાણીના કારણે તમે ફૂડ પોઈઝનિંગનો શિકાર બની શકો છો. હકીકતમાં માત્ર જંતુઓ અને જીવાત જ નહીં, વરસાદ દરમિયાન ઘરમાં આવતું પાણી પણ દૂષિત રહે છે. ખાસ કરીને બહારનો ખોરાક ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે અને તમારા પેટને ખરાબ કરી શકે છે. તેથી, બહારનો ખોરાક ખાવાનું ટાળો અને તમારા આહારને સ્વસ્થ રાખો.

ઓછું રાંધેલું અને કાચું ખાવાથી લાગી શકે છે ચેપ –

ઓછું રાંધેલું અને કાચો ખોરાક ખાવાથી તમને પેટમાં ચેપ લાગી શકે છે. આ કિસ્સામાં, તમને ઉબકા, ઉલટી અને ઝાડા થઈ શકે છે. ક્યારેક પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે તમારે હોસ્પિટલ જવું પડી શકે છે. તેથી વરસાદમાં બહારનું ખાવાનું ટાળો. તેમજ ઘરમાં કાચા શાકભાજી અને સલાડ ખાવાનું ટાળો. આ તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે.

આ પણ વાંચો…   સુરત: મહુવામાં સાડા 7 ઇંચ વરસાદ,દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર

ભેજને કારણે કબજિયાતની સમસ્યા –

ચોમાસા દરમિયાન ભેજવાળું વાતાવરણ તમારા સમગ્ર પાચનતંત્રને સુસ્ત બનાવે છે. જો તમારા પેટ, સ્વાદુપિંડ અને નાના આંતરડા જેવા પાચન અંગો યોગ્ય રીતે કામ ન કરી રહ્યા હોય અને તમને ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ રહી હોય તો ડૉક્ટરને મળો. આ સિવાય આ ડિહાઈડ્રેશનને કારણે તમને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે આ ડિટોક્સ વોટર

elnews

દાંત સફેદ કરવા માટેની ટિપ્સઃ મોતીની જેમ ચમકશે દાંત

elnews

આ 5 લોકોએ ભૂલીને પણ દાડમ ન ખાવું જોઈએ

elnews

Leave a Comment

error: Content is protected !!