international, EL News
યુએસ કોસ્ટ ગાર્ડ પ્રવાસી સબમરીનના દરિયાની અંદરના વિસ્ફોટના કારણોની તપાસ કરી રહી છે. સબમરીન ટાઈટેનિકનો કાટમાળ બતાવવા જઈ રહી હતી, પરંતુ તેમાં વિસ્ફોટ થયો અને તેમાં સવાર તમામ 5 લોકો માર્યા ગયા.
કેનેડાએ સબમરીન પર ઉઠાવ્યા પ્રશ્ન
જણાવી દઈએ કે, કેનેડાએ આ સબમરીન પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત, કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે, તે ટાઇટન સબમરીનમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે. અમારું પ્રાથમિક ધ્યેય સમગ્ર વિશ્વમાં દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા વધારવા માટે જરૂરી ભલામણો કરીને આવી ઘટનાને અટકાવવાનું છે.
અમેરિકાએ તપાસ શરૂ કરી
આ પણ વાંચો… Go First એરલાઈનને મોટી રાહત: 400 કરોડની ફંડિંગને મંજૂરી
ન્યુબૉયરે જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડે શુક્રવારે તપાસ શરૂ કરી હતી અને પુરાવા એકત્ર કરવા માટે એફબીઆઈ સાથે કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં સબમરીન કામગીરી માટે સલામતી માળખું સુધારવામાં મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન અને અન્ય જૂથો સાથે તારણો શેર કરવામાં આવશે. ન્યુબૉયરે વધુમાં કહ્યું કે, કોસ્ટ ગાર્ડ માર્યા ગયેલા 5 લોકોના પરિવારના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, તપાસકર્તાઓ ઘટનાસ્થળે તમામ સાવચેતી રાખી રહ્યા છે.