Business, EL News
Indian Railways Train Ticket: જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો ટ્રેનની ટિકિટ વિશે જાણવું જરૂરી છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, પરંતુ તે પહેલા તમારે ઈ-ટિકિટ (E-ticket) અને આઈ-ટિકિટ (I-ticket) વિશે જાણી લેવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે આ ટિકિટોનો અર્થ શું છે?
ઓનલાઈન બુકિંગમાં મળે છે આ ટિકિટ
કોઈપણ મુસાફરને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટની જરૂર હોય છે. મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરે છે. આ સ્થિતિમાં તમને કાં તો ઈ-ટિકિટ મળે છે અથવા તો તમને આઈ-ટિકિટ મળે છે.
શું હોય છે E-ticket ?
આપને જણાવી દઈએ કે, ઈ-ટિકિટ એક પ્રકારની ઈલેક્ટ્રોનિક પ્રિન્ટેડ ટિકિટ છે. કોઈપણ મુસાફર પોતાની સુવિધા મુજબ આ ટિકિટ પ્રિન્ટ કરી શકે છે. આ ટિકિટ તમે કાઉન્ટર પર ગયા વગર ઘરે બેઠા બુક કરાવી શકો છો. તેને ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન બુક કરવામાં આવે છે. તે રેલવે કાઉન્ટર ટિકિટ તરીકે માન્ય ગણવામાં આવે છે. હાલમાં જે લોકો ઈ-ટિકિટ દ્વારા મુસાફરી કરે છે તેમની પાસે તેમનું ઓળખપત્ર હોવું જોઈએ.
શું હોય છે I-ticket?
જો આપણે આઈ-ટિકિટ વિશે વાત કરીએ, તો તે રેલવે દ્વારા પેસેન્જરના સરનામા પર કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ પણ માત્ર ઈન્ટરનેટ દ્વારા જ બુક કરવામાં આવે છે. IRCTC વેબસાઈટ પર નોંધણી કરાવતી વખતે, આ ટિકિટ આપેલા સરનામા પર કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ આવવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.
આ પણ વાંચો… આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,
E-ticket અને I-ticket માં અંતર
- E-ticket ને મુસાફરો પ્રિન્ટ કરાવે છે, જ્યારે I-ticket ને પ્રિન્ટ કરાવી શકાતુ નથી
- I-ticket ને રેલવે તરફથી કુરિયર કરવામાં આવે છે, જ્યારે ઈ ટિકિટ તમને તરત મળી જાય છે
- આઈ ટિકિટમાં ડિલીવરી ચાર્જ પણ એડ થયેલુ હોય છે, જેના કારણે તે મોંઘુ હોય છે
- આઈ ટિકિટ (I-ticket) બે દિવસ પહેલા બુક કરવાનું હોય છે
- ઈ ટિકિટ (E-ticket) સેમ ડે બુક કરી શકાય છે
- ઈ ટિકિટમાં સીટ બર્થ કન્ફર્મ અથવા આરએસી હોય છે
- આઈ ટિકિટ કન્ફર્મ, RAC અથવા તો વોટિંગ ત્રણેય કેટેગરીમાં મળી શકે છે