Panchmahal, EL News
ગોધરાના બામરોલી રોડ ઉપર હજુ બે અઠવાડિયા પહેલાં શરૂ થયેલ ગુજરાત મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં કેનેડા જતા પહેલા હૃદય ની બે નળીઓના બ્લોકેજ ની સારવાર માટે દાખલ થયેલા પાનમના નિવૃત્ત કર્મચારી અને પ્રગતિનગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય જ્યોતિષ ચીમનભાઈ પટેલ નું ઓપરેશન બાદ મોત થતા મૃતકના સ્વજનો દ્વારા તબીબની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ ગોઝારી ઘટના બાદ ઓપરેશન કરનાર ડોક્ટર એન.જોન દર્દી જ્યોતિષ પટેલના મોતને જણ સ્વજનોને કરવાના બદલે આઈ.સી.યુ માં વેન્ટિલેટર ચઢાવીને હોસ્પિટલ માંથી રફૂચક્કર થઈ ગયા હોવાનો આક્ષેપ સ્વજનનો દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે પટેલ સમાજ ના અગ્રણી જ્યોતિષ ચીમનભાઈ પટેલ ના મોતના સમાચાર સાંભળતા પટેલ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેને કારણે હોસ્પિટલમાં ગરમાયેલા માહૌલને પગલે પોલીસ તંત્રનો કાફલો ઘટનાસ્થળે સ્થળે દોડી આવ્યો હતો.જ્યારે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના જવાબદાર સંચાલકો સ્વજનો અને પોલીસ તંત્ર સમક્ષ હાજર થવા હજુ સુધી કોઈ ન આવતા પટેલ સમાજ માં આક્રોશ જોવા મળ્યો હતો.
પાનમ કચેરીના સેવા નિવૃત કર્મચારી અને શહેરના પ્રગતિનગર સોસાયટીમાં રહેતા અંદાઝે 61 વર્ષીય જ્યોતિષ ચીમનભાઈ પટેલ આગામી તા.6 નાં રોજ કેનેડા જતા પહેલા ગુજરાત મલ્ટિપેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સ્વાસ્થ્યની ચકાસણી માટે બે દિવસ પહેલા ગયા હતા. એમાં હૃદયની બે નળીઓમાં બ્લોકેજ હોવાના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું અને તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ જેથી જ્યોતિષ ભાઈ પટેલ ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એમાં એક નળીના બ્લોકેજને ઓપરેશન કર્યા બાદ બપોર બાદ બીજી નળીના ઓપરેશન માટે લઈ જવામાં આવેલા જ્યોતિષભાઈ પટેલને ઓપરેશન ટેબલ ઉપર અચાનક શું થયું ? કે ડોક્ટર અને સ્ટાફની અચાનક દોડધામ થી ચોકી ગયેલા સ્વજનોની પૂછપરછોમાં જ્યોતિષભાઈ ને એટેક આવ્યો છે પરંતુ સારું થઈ જશે ના જવાબો આપ્યા બાદ જ્યોતિષભાઈ ને આઈ.સી યુ.માં ખસેડી ને વેન્ટિલેટર ઉપર મૂક્યા બાદ આ અમૃત્યુની આ ઘટનાને છુપાવીને તબીબ અને સ્ટાફમાં કર્મચારીઓ એક પછી એક અદ્રશ્ય થઈ જતા. સ્વજનોમાં ભારે આક્રોશ સાથે હોબાળો મચાવતા પોલીસ તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ત્યારબાદ સુત્રો અનુસાર પત્રકાર ની ટીમએ મૃતકના નાનાભાઈ નરેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મારો મોટો ભાઈ જ્યોતિષ ચીમનભાઈ પટેલ બહારગામ કેનેડા જવાના હતા માટે તેઓ મેડિકલ ચેકઅપ માટે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી બે નળી બ્લોક છે માટે ઓપરેશન કરાવવું પડશે, જેથી ડોકટરે સવારે 10 વાગ્યે હોસ્પિટલમાં લઈ ગયા અને એક નળી ઓપરેશન કરી અને કહ્યું કે બીજી નળીમાં સોજો છે માટે વડોદરાથી ડોક્ટર આવશે ત્યારબાદ જ ઓપરેશન કરવામાં આવશે. અને ત્રણ વાગ્યા સુધી વડોદરા થી કોઈ ડોક્ટર આવ્યા નહીં અને સીધા આઈસીયુ લઈ ગયા અને ખબર નહીં આ લોકો શું ભૂલ કરી અને કલાક પછી આવી અને કહી ગયા કે જ્યોતિષભાઈ પટેલને એટેક આવ્યો છે માટે કેસ સિરિયસ છે અને બચવાની કોઈ શક્યતા નથી.
મૃતકના મામાના છોકરા શૈલેષભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે આજથી દસ દિવસ પહેલા ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગઈકાલે મારા મામાના છોકરા જ્યોતિષભાઈ પટેલ હાર્ટના રિપોર્ટ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. અને તેમને જબરજસ્તી દાખલ કરી તેમનું ઓપરેશન ગઈકાલે સવારે કર્યું. અને આ ઓપરેશનના કારણે તેમને મોત થયું, અને અહીંયા જરૂરી પૂરતા સાધનો હાજર નહીં છતાં પણ ડોક્ટર ઓપરેશન કર્યું છે. અને ડોક્ટર સંચાલકો અને ટ્રસ્ટીઓ આ વસ્તુની કાળજી લીધા વગર ખાલી ધંધો બનાવ્યો છે તેવો આક્ષેપ પણ મૃતકના સ્વજનનો દ્વારા કરવામાં આવ્યો હતો. અને જેના લીધે અમારા સ્વજનને ગુમાવવું પડ્યું હતું , માટે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલ બંધ થવી જોઈએ અને આના ઉપર કાયદાકીય રીતે બધી તપાસો થવી જોઈએ મશીનરી ડોક્ટર હાજર નથી ટ્રસ્ટી કે એમના સંચાલકો હાજર નથી તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલને સીઝ કરવામાં આવે તે માટે મૃતકના સ્વજનો એ માંગ કરી હતી.
મૃતકની પત્ની કુસુમબેન પટેલે જણાવ્યું હતું કે અમારે કેનેડા જવાનું હોવાના કારણે ગયા મંગળવારે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે આવ્યા હતા. જેમાં એમને અમારા બધા રિપોર્ટ બતાવ્યા હતા, અમે અમને કહ્યું હતું કે એન્જોયગ્રાફી કરાવી છે ત્યારે ડોક્ટરે કહ્યું કે તમે અઠવાડિયા રાહ જુઓ અત્યારે દવાઓ આપું છુ. અને સોમવારે 10:00 વાગ્યા બોલાવ્યા અને ત્યારે અમે સોમવારે હોસ્પિટલમાં આવ્યો હતો. ડોક્ટરે કહ્યું કે તમારે રોકાવું પડશે ત્યારે મૃતક ની પત્ની કુસુમબેનને કહ્યું કે તમે તો કહેતા હતા કે એન્જોગ્રાફી કરતા 10 મિનિટ લાગે છે, તો પછી કેમ રોકાવાનું કહો છો પરંતુ ડોક્ટરે કહ્યું કે તમારે રોકાવું પડશે. માટે અમે રોકાયા ત્યાર બાદ સાંજે એન્જોગ્રાફી કર્યું તો તેમને કહ્યું કે તમારા બંને નળી બ્લોક છે માટે ઓપરેશન કરાવવું પડશે. માટે અમે ઓપરેશન કરાવવા માટે રોકાયા હતા. હોસ્પિટલમાં આવેલા પટેલ સમાજના લોકોએ હોબાળો કર્યો હતો જેમાં જ્યોતિષભાઈ ચીમનભાઈ પટેલના ડેટ સર્ટિફિકેટ બી એચ એમ એસ ડોક્ટરે સહી કરી આપ્યું હતું. જેમાં જ્યોતિષભાઈ પટેલ નું મોત નેચરલ રીતે થયું છે તેઓ ઉલ્લેખ કરવામાં આવતા પટેલ સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.અને હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો જેના લીધે પંચમહાલ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક પી.આર રાઠોડ ઘટના સ્થળે આવી પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો… GMCKS પ્રાણીક હીલિંગ & અર્હાર્ટિક યોગા સેંટર-અમદાવાદ તથા ટ્વિશા હીલિંગ કિંગડમ-ધ સેંટર ફોર પ્રાણીક હીલિંગ -ગોધરા દ્વારા “ફ્રી રોગ ઉપચાર શિબિર.
પંચમહાલ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.આર રાઠોડ એ જણાવ્યું હતું કે ગોધરા પ્રગતિનગર ખાતે રહેતા જ્યોતિષભાઈ પટેલ જેમની ઉંમર 61 વર્ષની ગઈકાલે તેમને હાર્ટના પ્રોબ્લેમ ના કારણે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના દીકરા આઉટ ઓફ ઇન્ડિયા રહે છે તે સિવાય તેમના સગા સંબધો આવેલા છે જ્યાં સુધી તેમના દીકરા નહીં આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી જ્યારે પોલીસ દ્વારા ઓપ્શન આપેલ કે તમને લાગે છે કે ડોક્ટરે બેદરકારી દાખવી છે તો તેનું અકસ્માત મોત દાખલ કરાવી અને તેને પીએમ કરાવી અને પોલીસ તપાસમાં આજે સારવાર કરાવી છે તેના કાગળો લઈને ફોરેન્સીસ મેડિસિન વિભાગમાં રીફર કરાવી અને કમિટી નક્કી કરશે કે નિષ્કારજી છે તો લીગલ કાર્યવાહી કરવામાં આવશે. અને તેમના દીકરા આઉટ ઓફ ઇન્ડિયા છે અને જો તેમનો દીકરો કહેશે કે આની તપાસ કરવી છે તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.