Food Recipe :
જમવાની ડિશમાં કોઇ રાયતુ આપી દે તો જમવાની મજા જ કંઇક અલગ આવે છે. રાયતામાં પણ તમે અનેક પ્રકારની વેરાયટી હવે જોવા મળે છે. જો કે હવે તો હોટલમાં પણ જાતજાતના રાયતાની વેરાયટી મળે છે. તો આજે અમે તમને શીખવાડીશું દાડમ રાયતું. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ રાયતુ.
સામગ્રી
દહીં
દાડમ
કાળા મરીનો પાવડર
લાલ મરચું
શેકેલા જીરાનું પાવડર
મીઠું
ચાટ મસાલો
એક ચમચી ખાંડ
કોથમીર
ફુદીનાના પાન
આ પણ વાંચો… આ આહારનું સેવન કરવાથી શિયાળામાં હાડકાં મજબૂત રહે છે
બનાવવાની રીત
- દાડમ રાયતુ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં દહીં અને એમાં વલોણી ફેરવીને દહીંને ઘટ્ટ કરી લો.
- ત્યારબાદ આ દહીંને અડધો કલાક માટે ફ્રિજરમાં મુકી દો. દહીંને ફ્રિજરમાં મુકવાથી એ ઘટ્ટ થાય જેથી કરીને ખાવાની મજા આવે છે.
- ત્યારબાદ આ દહીંમાં દાડમ મિક્સ કરો અને બરાબર હલાવી દો.
- પછી મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, શેકેલા જીરાંનો પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી દો.
- હવે આ રાયતામાં ખાંડ નાંખો અને મિક્સ કરી લો. ખાંડમાં તમે બૂરું ખાંડ નાંખશો તો એ જલદી ભળી જશે.
- હવે આ રાયતામાં ઉપરથી કોથમીર અને ફુદીનાના પાન એડ કરો અને રાયતામાં બરાબર મિક્સ કરી લો.
- આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ઉપરથી ચપટી લાલ મરચું અને જીરાંનો પાવડર એડ કરો. આમ કરવાથી રાયતાનો ટેસ્ટ સારો આવે છે અને ખાવાની પણ મજા આવે છે.
- તો તૈયાર છે દાડમનું રાયતું. આ રાયતામાં તમે ઇચ્છો તો ચીઝ પણ એડ કરી શકો છો.
- આ રાયતુ તમે અઠવાડિયામાં એક વાર ખાઓ છો તો લોહીની ઉણપ પૂરી થાય છે. દાડમમાં રહેલા તત્વો તમારામાં લોહીની ઉણપને પૂરું કરવાનું કામ કરે છે.
- આ રાયતુ ખાવાથી તમારામાં વિટામીન સીની ઉણપ પણ પૂરી થાય છે અને સાથે જમવાનું સ્વાદ પણ વધી જાય છે.
- આ રાયતુ બનાવવા માટે બને ત્યાં સુધી લાલ દાડમ લેવા જેથી કરીને ટેસ્ટ અને કલર એમ બન્ને સારો આવે. લાલ દાડમ ટેસ્ટમાં મીઠા હોય છે જ્યારે બીજા દાડમ ફિક્કા લાગે છે.