28.7 C
Gujarat
December 22, 2024
EL News

પાસપોર્ટ બનાવી રહ્યા છો પહેલા જાણી કેન્દ્ર સરકારની ચેતવણી

Share
Business , EL News

Passport Services Alert: જો તમે પાસપોર્ટ બનાવવા માગો છો, તો તમારે કેન્દ્ર સરકારના આ એલર્ટ વિશે જાણવું જ જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત સેવાઓ શોધી રહેલા લોકોને નકલી વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો શિકાર ન બનવા ચેતવણી આપી હતી. એક સરકારી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે કે ઘણી નકલી વેબસાઇટ અને મોબાઇલ એપ અરજદારો પાસેથી ડેટા એકત્ર કરી રહી છે અને મોટી ફી પણ વસૂલે છે.

PANCHI Beauty Studio

પાસપોર્ટ સેવાઓ આપતી નકલી વેબસાઈટ, એપથી છેતરાશો નહીં : કેન્દ્ર સરકાર

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે ઘણી નકલી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનો અરજદારો પાસેથી ડેટા એકત્રિત કરી રહી છે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અને પાસપોર્ટ સંબંધિત સેવાઓ માટે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે વધારાની અતિશય ફી વસૂલ કરી રહી છે. તેમાંની કેટલીક નકલી વેબસાઇટ org ડોમેન નામ સાથે રજિસ્ટર્ડ છે, કેટલીક IN સાથે નોંધાયેલી છે અને કેટલીક ડોટ કોમ સાથે રજિસ્ટર્ડ છે.

 

આ પણ વાંચો…પીએમ કિસાન યોજના / આ ખેડૂતોને નહીં મળે 2 હજાર રૂપિયા,

આ ફેક વેબસાઈટના નામ શું છે ?

  • www.indiapassport.org
  • www.online-passportindia.com
  • www.passportindiaportal.in
  • www.passport-india.in
  • www.passport-seva.in
  • www.applypassport.org અને આ જ પ્રકારની કેટલીક અન્ય ફેક વેબસાઈટ

ચેતવણીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેથી ભારતીય પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ માટે અરજી કરતા તમામ નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ છેતરપિંડીવાળી વેબસાઇટની મુલાકાત ન લે અથવા પાસપોર્ટ સેવાઓ સંબંધિત ચૂકવણી ન કરે, નહીંતર તેઓને નાણાકીય નુકસાન થઈ શકે છે.

પાસપોર્ટ સેવાઓ માટે ભારત સરકારની એક જ સત્તાવાર વેબસાઈટ છે – જાણો

પાસપોર્ટ સેવાઓ માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ passportindia.gov.in છે.

પાસપોર્ટ સેવાઓ માટે સરકારી સત્તાવાર એપ પણ છે

વૈકલ્પિક રીતે, અરજદારો સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન mPassport Seva નો પણ ઉપયોગ કરી શકે છે, જે Android અને iOS એપ્લિકેશન સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં ‘પોષણ પખવાડા’ની ઉત્સાહભેર ઉજવણી

cradmin

શેરબજારની શરૂઆત,ખુલતાની જ 250 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

elnews

હવે નબળા નેટવર્કમાં પણ થઈ જશે પેમેન્ટ, RBIએ મર્યાદા વધારી

elnews

Leave a Comment

error: Content is protected !!