લુણાવાડા:
“સમૂહલગ્ન એટલે બચત અને લીંબુની ખેતી એટલે આવક” નાં સુત્ર ને કટીબદ્ધ એવાં લુણાવાડા નાં સમાજસેવી વિજયભાઈ ખાંટ દ્વારા ૨૦૦ કરતા વધુ ખેડૂતો ને આવકમાં વધારો થાય તે માટે નિઃશુલ્ક ૨૦-૨૦ લિંબુ નાં છોડ આપવામાં આવ્યા હતા.
પ્રથમ મહિકાંઠા સમૂહ લગ્નોત્સવની ઐતહાસિક સફળતા બાદ મોતીબાગ, લુણાવાડા ખાતે સમાજના માણસોની માથાદીઠ આવકમાં વાર્ષિક લઘુત્તમ (ઓછામાં ઓછી) ₹50,000 નો વધારો થાય તેવા શુભ ઉદ્દેશ્યથી ખેતી કરતા ખેડૂતોને 20 નંગ લીંબુના છોડ નિશુલ્ક વિજયભાઈ ખાંટ તરફથી ભેટ આપવામાં આવ્યા હતા.
લીંબુ ના છોડના વિતરણ સાથે લીંબુની બાગાયત ખેતીથી કઈ રીતે ઓછી મહેનત અને ટુંકી જમીનથી મહત્તમ આર્થિક લાભ લઇ શકાય એ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે એક ખેડૂત દિઠ એક વર્ષ નો ઉછેર લિધેલા ૨૦ છોડ આપવામાં આવ્યા છે જે પ્રમાણે તે ખેડૂત ને એક છોડ ઉપર પ્રથમ વર્ષમાં ૪૦-૫૦ કિલો લિંબુ નો પાર મળશે અને દરવર્ષે ફાલ માં વધારો થશે. ખેડૂતો ને બચત અને આવક નું માર્ગદર્શન આપતા વિજયભાઈ ખાંટ નિસ્વાર્થ ભાવે ખેડૂતો ની વ્હારે આવ્યા હતા.
કાર્યક્રમમાં સંતો, સમૂહ લગ્નોત્સવ સમિતિના સભ્યો, પાંટા આશ્રમ ભક્ત મંડળ, સમાજના વડીલો આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
લીંબુની ખેતી કરવા-કરાવવા પાછળ નો મૂળ ઉદ્દેશ પ્રકૃત્તિના જતન સાથે ખેડૂતને આર્થિક ધન લાભ થાય તેમજ આવતા 3 વર્ષમાં તમામ સમાજના ખેડૂત પરિવારોનું આ ખેતી થકી વાર્ષિક ₹2,50,00,000 (2.50 કરોડ) નું ટર્ન ઓવર થાય તેવા મક્કમ નિર્ધાર સાથે કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જે ખેડૂત મિત્રોને નિશુલ્ક લીંબુના છોડ મેળવવા હોય એ વિજયભાઈ ખાંટ નો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે અથવા સમૂહ લગ્નની ઓફિસ નો સંપર્ક કરી શકે છે.
વિજય ખાંટ
+91 90990 44924
આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો
El News: https://play.google.com/store/apps/details?id=com.elnews