કોરોનામાં સૌથી વધુ ઝડપથી ફેલાતો ઓમિક્રોન માનવામાં આવે છે ત્યારે BF.7 વેરિઅન્ટ ઓમિક્રોનનો જ વેરીયન્ટ છે. ત્યારે અનેકો વખત આ વેરીયન્ટ બદલાઈ રહ્યો છે. ભારતીય દર્દીઓમાં એકથી વધુ પ્રકારના કોરોના વાયરસનું મિશ્રણ વધ્યું છે. અત્યારે આ વાયરસની દહેશતને લઈને સમગ્ર તંત્ર ગુજરાત અને દેશમાં એલર્ટ બન્યુ્ં છે ત્યારે દેશ અને વિદેશથી ગુજરાતમાં આવતા કેટલાક પેશન્ટસ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.
BF.7 વેરિઅન્ટના કારણે ચીનમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ્સમાં આવી રહેલા સમાચારો અનુસાર ચીનમાં દરરોજ નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક દરરોજ હજારોની સંખ્યામાં વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ચીનમાં ગભરાટનો માહોલ છેપરંતુ ભારમાં ફરી એકવાર કોરોનાનો ભય ઉભો થયો છે.
આ પણ વાંચો…પૂર્વ પતિએ પત્નીને HIV પોઝીટીવ લોહીનું ઈન્જેક્શન માર્યુ
કોરોનાના 18 હજારથી વધુ વખત વેરીયન્ટ બદલાયા
કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી તેનું સ્વરૂપ બદલી નાખે છે. અત્યાર સુધીમાં તેમાં 18 હજારથી વધુ વખત બદલાયો છે. છેલ્લા એક વર્ષથી, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંબંધિત માત્ર સબ-વેરિઅન્ટ જ દુનિયાભરમાં ફરે છે. ઓમિક્રોનનો વેરીયન્ટ અત્યાર સુધીમાં 540 વખત બદલાયો છે જ્યારે ઓમિક્રોન વેરીયન્ટ પણ સતત બદલાતો રહે છે. 61 સંયોજન સ્વરૂપોમાં વધારો પણ થયો છે. વાયરસમાં આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવાની વાત થઈ રહી છે.
ભારતીય દર્દીઓમાં એકથી વધુ પ્રકારના કોરોના વાયરસનું મિશ્રણ વધ્યું છે
અલગ-અલગ પ્રકારના કોરોના અને તેની મેડિકલ ઈફેક્ટ પર INSACOGનો રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ ભારતીય દર્દીઓમાં વાયરસના વિવિધ સ્વરૂપો ઝડપથી જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, રાજ્યો સાથે જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ શેર કરતી વખતે જે માહિતી સામે આવી છે જેમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ભારતીય દર્દીઓમાં એક કરતા વધુ પ્રકારના કોરોના વાયરસના મિશ્રણમાં વધારો થયો છે. પરિણામે સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાની વચ્ચે મિશ્ર પ્રકારો અને તેના પેટા પ્રકારોમાં 7.5 થી 58% સુધીનો વધારો થયો છે.
ભારતમાં કોરોનાની શું સ્થિતિ છે?
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 196 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. દેશમાં 3428 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,41,43,179 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5,30,695 થઈ ગયો છે. અત્યાર સુધીમાં 220,05,46,067 રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી ગઈકાલે 29,818 લોકોને રસી આપવામાં આવી હતી.