Vadodara , EL News
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેચરીમાં ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 40 નાયબ કાર્યપાલક ઇજનેરોની સાગમટે બદલીનો આદેશ કર્યો છે. કોર્પોરેશનના આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ કચેરી, વોર્ડ ઓફિસ, પાણી પુરવઠા શાખા, હાઉસિંગ શાખા, ડ્રેનેજ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા ખાતે છેલ્લા ઘણા સમયથી ફરજ બતાવતા 40 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરો (સિવિલ)ની એકસાથે બદલી કરવામાં આવી છે. તેમને અન્ય શાખાઓમાં ફરજ બજાવવા હુકમ કરવામાં આવ્યો છે.
ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બતાવતા ડે. એન્જિનિયરની પણ બદલી
માહિતી મુજબ, 12થી 13 કરાર આધારિત કે જેઓના કરાર હજુ રિન્યૂ થયા નથી તેમની પણ બદલી કરવામાં આવી છે. સાથે જ ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવનાર ડેપ્યૂટી એન્જિનિયરની પણ બદલી કરવામાં આવી હોવાના સમાચાર છે. મીડિયા અહેવાલ મુજબ, 40 જેટલા એન્જિનિયરોની સામૂહિક બદલી કરવા બાબતે મ્યુનિ. કમિશનરે તાજેતરમાં મેયર સાથે બેઠક કરી વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. અને ત્યાર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો…દરેક બ્રાન્ડની કાજલ આંખોને નુકસાન પહોંચાડી શકે છે
મીડિયા અહેવાલ મુજબ, કોર્પોરેશનના હુકમમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યૂટી એન્જિનિયરોની પણ બદલી કરાઈ છે. સાથે કરાર આધારિત કે જેમના કરાર રિન્યૂ કરાયા નથી એવા 12થી 13 એન્જિનિયરોની પણ બદલી કરવામાં આવી છે. કમિશનરે બદલીની જગ્યાએ ત્વરિત હાજર થવા સૂચના પણ આપી છે.