Vadodara:
વડોદરા ને સ્માર્ટ સીટી અને શાંઘાઈ બનાવવાના સત્તાધીશો ના દાવાઓ વચ્ચે એક વિસ્તાર એવો છે કે જયાંના લોકો હજુ પણ અર્વાચીન યુગ માં જીવી રહ્યા છે. આ દ્રશ્યોમાં દેખાતો આ લાકડા નો પુલ કોઈ ઐતિહાસિક સ્થળ કે ગામ નો નથી. 8 મહાનગરો પૈકી ના વડોદરા મહાનગરના વિશ્વામિત્રી નદી ના કિનારે આવેલ નાગરવાળા થી કૃષ્ણનગર ને જોડતો લાકડા નો પુલ છે.
જે અહીંના સ્થાનિકોએ પોતાના સ્વ ખર્ચે બનાવ્યો છે. વર્ષ 1972 એટલે કે 50 વર્ષ થી અહીં 200 થી વધુ લોકો વસવાટ કરે છે. જ્યાં વીજળી પણ બે વર્ષ પહેલાં જ આવી છે. જોકે અહીં હજુ પણ સ્ટ્રીટ લાઇટની કોઈ જ સુવિધા પહોંચી નથી કે નથી પાણી ની સુવિધા.
જેથી અહીંના લોકોએ આ જોખમી પુલ પરથી પસાર થઈ ને પાણી ભરવા જવું પડે છે. આ પુલ જ છે કે જે તેઓને શહેર સાથે જોડે છે. અહીં થી નાના બાળકો પણ પસાર થઈ રહ્યા છે કોઈ ડર વગર જાણે આ પુલ થી ટેવાઈ ગયા છે. કારણકે ભવિષ્યમાં પણ તેઓએ આ જ પુલ ને પોતાનો રસ્તો બનાવવો છે.
અહીંના લોકોએ 50 વર્ષમાં 10 ચૂંટણીઓ જોઈ દર વખતે ઉમેદવારો આવે છે, અને તેમના સંઘર્ષ ને પૂર્ણ કરવાના વાયદા તો કરે છે. પરંતુ મત મળે એટલે નેતાઓ ગાયબ થઈ જાય છે. કારણ કે નેતાઓ માટે તેઓ ફક્ત મતદાર છે માનવી નહીં.
સ્થાનિકો શુ કહી રહ્યા છે:
સ્થાનિક સંજયભાઈ એ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીનો પટ હોવાથી અહીં મગરો વિસ્તારમાં આવે છે. અને તેમના પશુઓનો શિકાર કરી જાય છે. અને ઝેરી સાપે તો કેટલાયના અંગો પર તેમની બદનસીબી ના નિશાન છોડ્યા છે. અહીંથી પસાર થવું અમારી મજબૂરી છે અનેક રજુઆત છતાં કોઈ જોવા નથી આવતું અને જાતે આ બ્રિજ પૈસા એકઠા કરી બનાવવો પડે છે.
સ્થાનિક સાહેવાસી મીનાબેને જણાવ્યું હતું કે અહીંથી પસાર થવું જીવનું જોખમ છે. નાના નાના બાળકોને અહીંથી રોજે લઈ જવા પાણી માં પડી જવાનો સતત ભય સતાવી રહ્યો છે.
અહીં નદી હોવાથી મગરો ની બીક વધુ લાગે છે.
કોર્પોરેશન માંથી કોઈ અહીં જોવા પણ નથી આવતું અને લાઈટ પણ હમણાં મળી છે. રાજ કહે છે કે અહીં ખુબજ વધારે પાણી વહે છે અને મગરો આવે છે તો બહુજ બીક લાગે છે. લાકડાનો બ્રિજ હોવાથી ક્યારેક પડી પણ જવાય છે. ક્યારેક પડી જઈએ તો માતા પિતા કે કોઈ અન્ય વ્યક્તિ દોરડું નાખી બચાવવા આવે છે.
આ અંગે વિનોદભાઈયએ જણાવ્યું હતું કે અમે નાનપણથી આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે અને વારંવાર આ બ્રિજ પડી જાય છે સ્થાનિકો દ્વારા અનેક વાર કોર્પોરેટર ને રજુઆત કરી છે છતાં કોઈ સાંભળતું નથી. અહીં રોજનું કમાઈ ને રોજ ખાવા વાળા લોકો રહે છે આ બ્રિજ તૂટે તો જાતે પૈસા ઉઘરાવી બ્રિજ બનવવો પડે છે.