Gandhinagar
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદના બાળવા ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપ્યા બાદ આજે બીજા દિવસે ગાંધીનગરની મુલાકાત લેશે અને જુદા જુદા અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતની પાટનગર ખાતે અમીત શાહ વિકાસના કાર્યનું લોકાર્પણ કરશે. અમિતશાહ આજે KRIC કોલેજની મુલાકાત કરશે. અમિત શાહ દ્વારા આ કોલેજમાં 750 બેડની હોસ્પિટલનું ખાતમુર્હુત પણ કરવામાં આવશે.
આ પણ વાંચો…ફક્ત 3 વર્ષમાં મળશે 10 લાખ રૂપિયા, જાણો ક્યા રોકાણ કરવું
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અમિત શાહ દ્વારા વિકાસના કાર્યક્રમની વણઝાર લગાવી દીધી છે. આ ગાંધીનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ મહાનગર પાલિકા દ્વારા બનાવેલા અંડરબ્રિજનું પણ લોકાર્પણ કરશે. અમીત શાહ દ્વારા રૂપાલ ખાતે વરદાયિની માતાજીના દર્શન કરશે અને માતાજીના મંદિરના સુર્વણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે.
આ સિવાય ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા બિલ્ડીંગનું પણ ભુમીપુજનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ બાદ અંબોડના મહાકાળી મંદિરના ઘણા કર્યોનું અમિત શાહ દ્વારા ખાતમુર્હુત કરવામાં આવશે. બીજી તરફ શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું પણ અમિત શાહ ભુમીપુજન કરશે. આજે સાંજે બહુચરાજી ખાતે બહુચર માતાજીના દર્શન કરશે અમિત શાહ.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews
1 comment
[…] […]