38.7 C
Gujarat
April 24, 2025
EL News

રાજકોટમાં “ઉડતા પંજાબ” જેવી હાલત:

Share
 Rajkot, EL News

રાજકોટમાં “ઉડતા પંજાબ” જેવી હાલત: વીરપુર પાસેથી મળી આવ્યો એમ.ડી ડ્રગસ, પોલીસે મુદ્દામાલ કબ્જે કરી શખ્શની ધરપકડ કરી રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે.

PANCHI Beauty Studio

ગુનેગારો કાયદા કાનૂન અને પોલીસનો ડર રાખ્યા વગર ગુનાખોરી આચરે છે. રાજકોટમાં હવે ડ્રગ્સ પકડવા જાણે આમ વાત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ રાજકોટના પડધરી પાસેથી ડ્રગ્સ પકડાયા હતા ત્યારે ફરી એક વખત વીરપુરના વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્શની ધરપકડ કરી છે.

આ પણ વાંચો…  પેટની ચરબી અને વજન ઓછું કરવા આ ખાસ ચાનું કરો સેવન

મળતી માહિતી અનુસાર રાજકોટના વીરપુર પાસેથી જેતપુરના એક શખ્શ પાસેથી ૪૫.૮ ગ્રામ એમ.ડી ડ્રગસનો જથ્થો મળી આવ્યો છે. વીરપુર પોલીસ ટીમ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરાઇ હતી ત્યારે મળતી બાતમીના આધારે શંકાસ્પદ શખસનું ચેકીંગ કરતા તેની પાસેથી એમ.ડી નામનું ૪૫.૮ ગ્રામ ડ્રગસ મળી આવ્યું છે.

પોલીસે શખ્શ પાસેથી મુદ્દામાલ કબજે કરી પૂછપરછ આદરી છે જેમાં તે વ્યક્તિ મૂળ જેતપુરનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મોબાઇલ રોકડ સહિત કુલ ૪,૬૭,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં ૭૫ વર્ષ પૂર્ણ

elnews

સુરત પોલીસે જપ્ત કરી 317 કરોડની નકલી નોટો

elnews

અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત.

elnews

Leave a Comment

error: Content is protected !!