EL News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન

Share
Ahemdabad, EL News

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની સંભવિત અસરોના સમાચારની વચ્ચે માનવતાની મ્હેંક પ્રસરાવતા સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવ્યા છે.

Measurline Architects

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ દિવસમાં સતત બે અંગદાન થયા છે. જેના થકી ૬ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
મહત્વની બાબાત એ છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ થી અંગદાનની સેવાકીય પ્રવૃતિની શરૂઆત થઇ હતી. જેમાં અઢી વર્ષમાં ૧૦૦ લીવર અને ૨૦૦ કિડનીનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૧૬ જેટલા અંગદાતાઓના અંગદાન થી ૩૫૦ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા ૩૭૪ અંગોમાં ૧૦૦ લીવર, ૨૦૦ કિડની, ૯ સ્વાદુપિંડ, ૩૩ હ્રદય, ૬ હાથ, ૨૪ ફેફસા અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં થયેલ અંગદાનની વિગતો જોઇએ તો ૧૪ જુને અમદાવાદના ધોળકામાં રહેતા દિપકભાઇ રાણા ૨૪ કલાકની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલના તબીબો દ્વારા દિપકભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી. રીટ્રાઇવલના અંતે દીપકભાઇના શરીરમાંથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું જેણે ત્રણ જરૂરિયાતમંદોના જીવનનો દીપક પ્રજવલ્લિત કર્યો.
૧૫ મી જુને થયેલ ૧૧૬ માં અંગદાનની વિગતોમાં ખેડાના ૫૨ વર્ષના રણછોડભાઇ સોલંકીને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બ્રેઇનડેડ થયા બાદ રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જન આંદોલનમાં પરિણમ્યો છે. અઢી વર્ષ પહેલા જ્યારે અંગદાનની શરૂઆત થઇ હતી ત્યારે પરિવારજનોનું કાઉન્સેલીંગ કરીને અંગદાન માટેની સમંતિ મેળવવા માટે ઘણા પ્રયાસો કરવા પડતા હતા જે આજે જન આંદોલન અને સમાજમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે ખૂબ જ સરળ બન્યું છે.
આ ૧૧૬ અંગદાન અને તેણે આપેલા ૩૫૦ વ્યક્તિઓને નવજીવનનો સંપૂર્ણ શ્રેય અમારી હોસ્પિટલના તબીબો, કાઉન્સેલર્સ, પી.આર.ઓ, નર્સિંગ સ્ટાફ , સીક્યુરિટી કર્મીઓના અથાગ પરિશ્રમ ને જ જાય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Adani Sportsline achieved tremendous success in organising an exhilarating Inter-School Kabaddi and Kho Kho tournament in Vadodara.

elnews

મેં શૂન્ય થી શરૂઆત કરી હતી અને આજે મારી પાસે મર્સિડીઝ કાર પણ છે…

elnews

ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહીત 3 વ્યાજખોરોની ધરપકડ

elnews

Leave a Comment

error: Content is protected !!