Rajkot, EL News
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વધુ બે મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
જેમાં પ્રથમ બનાવમાં ભીચરી ગામે રહેતા દંપતીનો પુત્ર તેમના ઘર પાસે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે પાડોશમાં રહેતી ત્રણ મહિલાઓએ તેના પુત્રનો હાથ પકડી અહીં સાયકલ તારે નહીં ચલાવવાનું કહી ફડાકા માર્યા હતા. તે ઉપરાંત ત્રણેય મહિલાઓએ દંપતી સાથે ઝઘડો કરી તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત તને અપમાનિત કરી મારામારી કરતા પોલીસે ત્રણ મહિલા વિરુદ્ધ છે જ્યારે બીજા બનાવવામાં કૃષ્ણનગર મેઇન રોડ ઉપર રહેતી પરિણીતાએ તેના પતિ પર ખાધા ખોરાકી ની અરજી કરી હતી. જે બાબતનો ખાર રાખી તેને તેના પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો…આગામી સપ્તાહે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ શકે છે
પ્રથમ બનાવની વિગત મુજબ ખીચડી ગામે અમરગઢ ખાતે રહેતા મહેશભાઈ ખેંગારભાઈ ગોહેલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીઓમાં તેના પાડોશમાં જ રહેતા ખીમીબેન ચનાભાઈ ગમારા, હંસાબેન રવિભાઈ ગમારા અને સોનલબેન ગોપાલભાઈ ગમારા ના નામ આપ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર મિતરાજ બે દિવસ પહેલા તેમના ઘર નજીક સાંજના સમયે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે આરોપી ખીમી બેન અને હંસાબેને તેનો હાથ પકડી તારે અહીં સાયકલ નહીં ચલાવવાનું કહી ફડાકા માર્યા હતા જે બાબતે ફરિયાદી અને તેના પત્ની આરોપીઓ પાસે વાતચીત કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ દંપતીને પ્રત્યે હડધૂત કરી મારામારી કરતા તેઓએ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે અન્ય બનાવવામાં કૃષ્ણનગર મેઈન રોડ પર રહેતા જમનાબેન પ્રકાશભાઈ સોલંકી પોતાની ફરિયાદમાં આરોપીમાં તેમના પતિ પ્રકાશ દેવજી સોલંકી અને તેના મળતીયા કાળુ દિનેશ પરમાર ના નામ આપ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે તેને તેના પતિ પ્રકાશભાઈ વિરુદ્ધ નામદાર કોર્ટમાં ખાધા ખોરાકી ની અરજી કરી હતી જે બાબતનો ખાસ રાખી તેના પતિએ તેની સાથે ઝઘડો કરી મારામારી કરતા તેઓએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews