22.2 C
Gujarat
November 22, 2024
EL News

પૈસાની લાલચમાં રાજકોટના બે વેપારીઓએ ગુમાવ્યા ૯.૫૦ લાખ

Share
Rajkot :
રાજકોટમાં ’ એક કાર્ડ ડબલ’ ની લાલચ આપી લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા ગઠીયા બે વેપારીઓ સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરી હતી. આગથિયાએ વેપારીઓને એક વર્ષમાં ઊંચું વળતર મળવાની લાલચ આપી શકાય કરી હતી. બંને વેપારીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ માંથી મળતી વિગતો અનુસાર દરબારગઢમાં રહેતા અને ચાંદીનું જોબવર્ક કરતા અમિતભાઈ વિનોદશય ગાંધીએ પોલીસ ફરિયાદમાં આરોપીમાં લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા સંદીપ જવાહર ઘુચલા (રહે. વાસણા જકાતનાકા,ગોત્રી રોડ,વડોદરા) નું નામ આપ્યું હતું.
Measurline Architects
Click Advertisement To Visit
જેમાં તેને જણાવ્યું હતુ કે, તેના મિત્ર પ્રશાંત બી. ચાંપાનેરીયાને એકાદ વર્ષ પહેલા ઈન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. જેથી સંદિપભાઈએ આરોપી સંદિપનો પરીચય કરાવ્યો હતો ઓફિસે મુલાકાત થતા સંદિપે પોતાની કંપનીમાં રોકાણ કરવાથી 12 મહિના બાદ સારૂ વળતર મળશે તેમ કહ્યું હતું.જેથી તેણે રૂા.1.50 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. 12 મહિના બાદ સંદિપે નફા સાથે રૂા.2.40 લાખ પરત આપવાની વાત કરી હતી. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરી રૂા.300 ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું.

આ પણ વાંચો… અમદાવાદમા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા જોગવાઈ

નક્કી થયા મુજબ તેણે રૂા. 1.50 લાખના બે ચેક સંદિપને આપ્યા હતા. ગઈ તા.25-2-2021 ના રોજ મિત્ર 2 સંદિપભાઈએ રૂા.7 લાખનું રોકાણ શું કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ તેને સંદિપે રૂા. 11.20 લાખ મળશે તેવું કહી તેની સાથે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડસ્ટેન્ડીંગ સાઈન કર્યું હતું. પરીણામે સંદિપભાઈએ તેને ચેકથી રૂા.7 લાખ આપ્યા હતા. ગઈ તા.8-7-2021 ના રોજ તેણે વધુ રૂા.1 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ નફા સાથે રૂા.1.60 લાખ પરત આપવાની ખાત્રી મળી હતી. આ રકમનું પણ તેણે ચેકથી પેમેન્ટ કર્યું હતું.પાકતી મુદતે આરોપી સંદિપની ઓફિસે જતા તે બંધ મળી હતી. કોલ કરતા સંપર્ક થયો ન હતો. જેથી તેની સાથે છેતરપિંડી થયા હોવાનું જણાવતા તેને આજે એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Junagadh: જંગી ખર્ચા સામે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો.

elnews

અમદાવાદ: જાહેર માર્ગો પર સ્ટંટ રોકવા સરકાર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે?

elnews

આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,

elnews

Leave a Comment

error: Content is protected !!