Elnews, Nadiad:
નડિયાદ ની રહેવાસી ટ્વિંકલ આચાર્ય એ યોગાસન જાણે આત્મસાત કર્યા હોય તેમ થોડા થોડા સમય માં વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી રહીં છે.
ક્યારે અને ક્યા ક્યા વર્લ્ડ રેકોર્ડ તેમણે હાંસલ કર્યા એ બાબતે ટ્વિંકલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે “હું આચાર્ય ટવીન્કલ હિતેશભાઈ નડીયાદ ની રહેવાસી છું મારી ઉંમર ૨૬ વર્ષ છે યોગ સાથે છેલ્લા ૨-૩ વર્ષ થી જોડાયેલી છું.
મે તારીખ ૨૭ માર્ચ ૨૦૨૨ ના રોજ સંતરામ મંદિરમાં “પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન ” સતત ૧૧ મિનિટ સુધી કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તારીખ ૨૧ જૂન ૨૦૨૨ ના રોજ ” મરિચ્યાસના” માં સતત ૯ મિનિટ ૧૫ સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ફરી થી સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો અર્થતંત્રની ગૂંજ, મૂડીઝે જીડીપી દરનો અંદાજ વધારીને 6.7% કર્યો
૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સંતરામ મંદિર માં પરમ પૂજ્ય રામદાસજી મહારાજ ના સાનિધ્ય માં આસનો માં કઠિન ગણાતું “પ્રણામા ગર્ભ પિંડાસના” સતત ૨૮ મિનિટ ૫૫ સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્ર્વ રેકૉર્ડ સર્જ્યો છે.
૨૨ મે ૨૦૨૩ ના રોજ સંતરામ મંદિર માં આસનો માં કઠિન ગણાતું “ભ્રુનાસાના” સતત 7 મિનિટ કરી ચોથી વાર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 2 દિવસ આગવ કુરિયર મારફતે Cartificate અને મેડલ આવેલ છે.”
ટ્વિંકલ આચાર્ય દ્વારા નાની ઉંમરે આ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે તેમજ આજની યુવાપેઢી માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો સવારે ખાલી પેટ આ 5 જ્યુસ પીવાથી બ્લડ શુગર ઘટશે