EL News, Nadiad:
ભારતીય સંસ્કૃતિ માં યોગ નું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભારત દેશ સહિત વિશ્વના અનેક દેશ ના લોકો યોગ નું મહત્વ સમજી ને તે તરફ આગળ વધી રહ્યા છે.
ત્યારે યોગ માં ગણાતા સૌથી કઠિન “પ્રણામાં ગર્ભ પિંડાસન ” કરીને નડિયાદ ની ૨૬ વર્ષીય ટ્વિંકલ આચાર્યએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
આ યોગ ને સતત ૨૮ મિનિટ ૫૫ સેકંડ ટકાવી રાખી ટ્વિંકલ એ વિશ્વ માં પ્રથમ સ્થાન મેળવી ને સાક્ષરનગરી સહિત દેશ નું નામ રોશન કર્યું છે અગાઉ ૨૦૨૨ માં પણ ટ્વિંકલ બે વાર વિશ્વ રેકોર્ડ બનાવી ચૂકી છે.
નડિયાદ ના હિતેશભાઈ આચાર્ય ની પુત્રી ટ્વિંકલ એ ૨૦૧૯-૨૦ માં એમ કોમ પૂર્ણ કર્યા બાદ કોરોના કાળ અને લોક ડાઉન માં ઘરે ઈન્ટરનેટ પરથી મેડિટેશન અને યોગ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ટ્વિંકલ એ નડિયાદ આનંદ આશ્રમ માં સ્વામી મુદિતવંદનાનંદજી પાસે યોગસૂત્રો નો અભ્યાસ કર્યો હતો.
સાથે સાથે રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષા ની યોગ સ્પર્ધા માં વડોદરા અમદાવાદ ગોવા સહિત અન્ય રાજયો માં પણ ભાગ લઈને અગ્રેસર સ્થાન મેળવી લીધું હતું.
તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજ ના સાંનિધ્ય માં સૌથી કઠિન ગણાતું ” પ્રણામાં ગર્ભ પિંડાસન ” સતત ૨૮ મિનિટ ૫૫ સેકંડ કર્યું હતું .અને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.
આ યોગ નું લાઈવ પ્રસારણ ન્યૂ દિલ્હી વિશ્વ રેકૉર્ડ ની ટીમે નિહાળ્યું હતું. ટ્વિંકલ નું આ આસન જોઈ વિશ્વ કક્ષા એ બેઠેલા મહાનુભાવો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
ત્યાર બાદ international book એ પોતાની બુક માં ટ્વિંકલ ને સ્થાન આપ્યું હતું.