22.2 C
Gujarat
November 21, 2024
EL News

આ વખતે ઈદ પર ટ્રાય કરો સ્વાદિષ્ટ કિમામી સેવઈ, જાણો રેસિપી

Share
Food Recipe, EL News

દેશભરમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઈદ નિમિત્તે દરેક ઘરમાં અલગ-અલગ વાનગીઓ સાથે મીઠાઈ બનાવવામાં આવે છે. ખાસ કરીને આ તહેવારમાં સેવઈનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દૂધની સેવઈ સાથે કિમામી સેવઈ પણ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ વાનગી વિના ઈદનો તહેવાર ફીકો થઈ જાય છે. જો તમે પણ આ ઈદ પર કિમામી સેવઈ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમારા માટે કિમામી સેવઈબનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ.

Measurline Architects

સામગ્રી 

  • વર્મીસેલી – 250 ગ્રામ
  • મખાના – 1 કપ
  • ઘી – 3 ચમચી
  • સ્વાદ માટે ખાંડ
  • માવો – 1.5 કપ
  • દૂધ – 250 ગ્રામ
  • બદામ – બારીક સમારેલી
  • કાજુ – બારીક સમારેલા
  • એલચી – 4-5 (પાઉડર)

આ પણ વાંચો…COVID-19થી હાર્ટ એટેકથી બચવા આ બીજ ખાઓ

રીત – 

કિમામી સેવઈ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. આ દરમિયાન ફ્લેમ ધીમી રાખો. ગરમ થાય એટલે તેમાં ઈલાયચી નાખીને તળો. તળ્યા પછી બહાર કાઢી લો. હવે એ જ પેનમાં વર્મીસેલી નાખીને સારી રીતે તળી લો. હવે ખાંડની ચાસણી તૈયાર કરો. ખાંડની ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી ગરમ કરો. ખાંડની ચાસણી તૈયાર થાય એટલે તેમાં તળેલી વર્મીસેલી ઉમેરો. જ્યારે ચાસણીમાં વર્મીસીલી સારી રીતે મિક્સ થઈ જાય, ત્યારે તેમાં દૂધ ઉમેરો અને ધીમી આંચ પર ઉકાળો. ધ્યાન રાખો કે દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો. ઉકળે એટલે ગેસ બંધ કરી દો. હવે તેની ઉપર તળેલી ઈલાયચી નાખો. લો તમારી કિમામી સેવઈ તૈયાર છે. ગરમા-ગરમ સર્વ કરો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સ્વાદિષ્ટ અને સોફ્ટ લીલા વટાણાના ઢોકળા બનાવવાની રેસીપી

elnews

શક્કરિયામાંથી બનાવો આ ચટપટી સ્વાદિષ્ટ ચાટ

elnews

બીટરૂટ ટિક્કી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે ,જાણો રેસિપિ

elnews

Leave a Comment

error: Content is protected !!