Rajkot, EL News
કોર્પોરેશનમાં હાલ વેરામાં વળતર યોજના ચાલી રહી છે. જેના કારણે અરજદારોનો સારો એવો ધસારો રહે છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સર્વર ડાઉન થયું છે.
સાથોસાથ યુપીએસ બેટરી અને સ્ટેબિલાઇઝર સહિતની આખી સિસ્ટમ ઉડી ગઈ છે. જેના કારણે અરજદારોએ વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વેબસાઈટ મારફત બપોર સુધીમાં 2500 કરદાતાઓએ વેરા પેટે કોર્પોરેશનની તિજોરીમાં એક કરોડ 30 લાખ રૂપિયા ઠાલવી દીધા છે.
સાંજ સુધીમાં સિસ્ટમ રીપેર થઈ જાય તેવી શક્યતાઓ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પાવર સિસ્ટમમાં વૈકલ્પિક સાધનો પણ રાખવામાં આવશે. અગાઉ પણ સર્વર ડાઉન થયું હતું જેના કારણે અરજદારોએ ભારે હાલાકી પડી હતી દરમ્યાન કાલે સવારે ફરી સર્વર ડાઉન થયું હતું સાથો સાથ આખી સિસ્ટમ બળી જવા પામી હતી.યુપીએસ, સ્ટેબિલાઇઝર અને બેટરી ઉડી ગઈ હતી જેના કારણે અધિકારીઓએ રજાના દિવસે પણ કચેરીએ આવવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો…40 વર્ષની ઉંમર વટાવ્યા પછી નિરાશ ન થાઓ
બપોર સુધી સિસ્ટમ રીપેર કરવા માટે ભારે મહેનત કરવી પડી હતી સિસ્ટમ વ્યવસ્થિત થઈ ગયા બાદ આજથી સર્વર ડાઉન ન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે ભવિષ્યમાં આ રીતે આખી સિસ્ટમ ફેલ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે સાથોસાથ વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવાશે.નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટેક્સ બ્રાન્ચને આ વર્ષે નાણાકીય વર્ષના આરામથી જ દોડાવવામાં આવી રહી છે 430 કરોડના ટાર્ગેટ સામે 500 કરોડ સુધીની વસુલાત થાય તેવી તેવા પ્રયાસો કરવામાં આવશે પ્રોફેશનલ ટેક્સ ની આવક વધે તે માટે રજીસ્ટ્રેશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે વેરા વળતર યોજના અંતર્ગત 2,500 કરદાતાઓએ કર્યો હતો તિજોરીમાં વધુ એક કરોડ 30 લાખ ઠલવાયા છે.