Ahmedabad, EL News
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સલામતી માટે યોજાશે તાલીમ કાર્યક્રમો જેમાં આ જનજાગૃતિ અભિયાનમાં ભાગ લેવા સ્વૈચ્છિક સંસ્થાઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગમાં આવેદન મોકલવાનું રહેશે
ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજ્યની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪માં સરકાર તરફથી શ્રમ અને રોજગાર વિભાગના ઔદ્યોગિક ક્ષેત્રમાં સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર માટે પ્રચાર પ્રસાર અને સલામતી અંગેની જાગૃતિ લાવવા અંગેના તાલીમ કાર્યક્રમો અને હોર્ડિંગ માટે તેમજ એટલે કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ અને
આ પણ વાંચો…જાણો પાલક કોફ્તાની રેસીપી
જાહેર જનતાની જનજાગૃતિ માટે આ બાબતની કામગીરીનો અનુભવ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓએ પોતાના લેટર પેડ પર તેમજ આ સિવાય સંસ્થાના નોંધણીના પ્રમાણપત્રની નકલ સાથે, તેઓએ ઔધોગિક ક્ષેત્રમાં સલામતી અને સ્વાસ્થ્ય અંગે કરેલ કાર્યવાહી એક દિવસ તથા બે દિવસના તાલીમ કાર્યક્રમોની રૂપરેખા, પોતાની પાસે હયાત ક્વૉલિફાઈડ સ્ટાફ તથા હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી તથા ખર્ચની વિગતો સહિતની દરખાસ્ત ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ૩જો માળ, શ્રમભવન, રુસ્તમ કામા માર્ગ, ખાનપુર, અમદાવાદને એક માસ સુધીમાં પહોંચતી કરવાની રહેશે.