Ahmedabad :
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ હટાવાયા હતા. મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. દિવાળી બાદ ફરીથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર્વના બાંધકામો વધારાના તોડી પાડવામાં આવ્યા છે.
રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર ચાર રસ્તા થી હાથીજણ સર્કલ સુધીના ટી.પી.રસ્તા પરથી દબાણો હટાવાયા છે.
આ પણ વાંચો… ઓછા સમયગાળામાં કમાવવા માગો છો તગડો નફો? આ વિકલ્પો પર કરી લો એક નજર, મળશે સુરક્ષિત રોકાણ અને જોરદાર રિટર્ન
જેમાં ૦૪-નંગ કાચા કોર્મશિયલ પ્રકારના શેડ, ૦૩-નંગ ક્રોસવોલ, ૦૭-નંગ કાચા રેસીડેન્સીયલ પ્રકારના બાંધકામો એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજુરો તથા જે.સી.બી. મશીન દ્રારા દૂર કરાયા છે.
વિરાટનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તા થી સોનીની ચાલી સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ પર બિન-અધિકૃત રીતે પાર્ક કરેલ ૦૬-નંગ વાહનોને લોક મારેલ અને ૦૬-નંગ વાહનોના માલિકો પાસેથી ૦૧-નંગ વાહન પેટે રૂ.૫૦૦ લેખે કુલ રૂ.૩,૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ , બિન-પરવાનગીના બાંધકામો તેમજ બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.