27.3 C
Gujarat
March 3, 2025
EL News

ઉત્તર પ્રદેશમાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ટામેટાં

Share
Business, EL News

છેલ્લા બે મહિનાથી ટામેટાંના આસમાને આંબી રહેલા ભાવે દરેક પરિવાર અને ગૃહિણીઓને પરેશાન કરી દીધા છે. જેના કારણે ઘરનું બજેટ પણ બગડી ગયું છે. જોકે હવે રાહત મળવાની શરુ થઈ ગઈ છે. દરમિયાન, એક સારા સમાચાર છે કે ટામેટાના ભાવ ટૂંક સમયમાં આસમાનેથી સીધા નીચે આવી જશે. હકીકતમાં, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના લોકોને રાહત આપવા માટે લગભગ પાંચ ટન ટામેટાંની આયાત કરી છે. તે આવતીકાલે એટલે કે ગુરુવારથી 50 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ ભાવે વેચવામાં આવશે. નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) એ બુધવારે આ માહિતી આપી. NCCFએ નેપાળથી 10 ટન ટામેટાં આયાત કરવાનો કરાર કર્યો છે.

PANCHI Beauty Studio

સમગ્ર દેશમાં ભાવ ઝડપથી ઘટશે

એવું નથી કે ટામેટાં માત્ર ઉત્તર પ્રદેશમાં જ સસ્તામાં મળશે. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ટામેટાની કિંમત નીચે આવી જશે. વાસ્તવમાં તેનું કારણ એ છે કે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જથ્થાબંધ મંડીઓમાં નવા ટામેટાના પાકની આવક શરૂ થઈ ગઈ છે અને ભાવ પણ નીચે આવી રહ્યા છે. સરકારી ડેટા અનુસાર, 15 ઓગસ્ટના રોજ ટામેટાની અખિલ ભારતીય સરેરાશ જથ્થાબંધ કિંમત ઘટીને રૂ. 88.22 પ્રતિ કિલો થઈ ગઈ હતી, જે એક મહિના અગાઉ રૂ. 97.56 પ્રતિ કિલો હતી. ડેટા દર્શાવે છે કે એ જ રીતે, ટામેટાંનો અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવ એક મહિના પહેલા રૂ. 118.7 પ્રતિ કિલોથી ઘટીને હવે રૂ. 107.87 પ્રતિ કિલો થયો છે. આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો થવાની આગાહી બજારના વેપારીઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો…સુરત: લાંબા સમય બાદ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

કેન્દ્ર સરકાર પણ વેચી રહી છે ટામેટાં

આયાતની સાથે, NCCF કેન્દ્ર સરકાર વતી ટામેટાંની સ્થાનિક ખરીદી પણ કરી રહી છે અને ગ્રાહકોને સબસિડીવાળા દરે તેનું વેચાણ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના નિર્દેશોને પગલે NCCF છૂટક સ્તરે ‘દખલગીરી’ કરી રહ્યું છે. NCCFના મેનેજિંગ ડિરેક્ટર અનીસ જોસેફ ચંદ્રાએ જણાવ્યું કે, “અમે નેપાળથી 10 ટન ટામેટાં આયાત કરવાનો કરાર કર્યો છે. તેમાંથી મંગળવારે ઉત્તર પ્રદેશમાં 3-4 ટનનું વિતરણ કરવામાં આવ્યું. લગભગ પાંચ ટન ટ્રાન્ઝિટમાં છે અને ગુરુવારે ઉત્તર પ્રદેશમાં વેચવામાં આવશે.” તેમણે કહ્યું કે ટામેટાં ઝડપથી બગડી જાય છે. આ કારણે તેને દેશના અન્ય ભાગોમાં વેચી શકાતા નથી. ઉત્તર પ્રદેશમાં, આયાતી અને સ્થાનિક રીતે મેળવેલા બંને ટામેટાં છૂટક આઉટલેટ્સ તેમજ પસંદગીના સ્થળોએ મોબાઈલ વાન દ્વારા વેચવામાં આવે છે.

તેમણે કહ્યું કે દેશના મુખ્ય ઉત્પાદક રાજ્યો દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાંથી મેળવેલા ટામેટાંને 50 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વેચવામાં આવે છે. નેપાળમાંથી ટામેટાંની વધુ આયાત વિશે પૂછવામાં આવતા, જોસેફ ચંદ્રાએ જણાવ્યું કે, “નેપાળમાંથી આયાત ગ્રેડ પ્રમાણે કરવામાં આવશે કારણ કે કેટલાક રાજ્યોની મંડીઓમાં સ્થાનિક આવક શરૂ થઈ ગઈ છે.”

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઓગસ્ટથી બદલાઈ જશે નાણાકીય દુનિયા સાથે જોડાયેલા મહત્ત્વના નિયમો

elnews

ESG પ્રદર્શન માટે અદાણી ગ્રીનને એશિઆમાં પ્રથમ રેન્કની નવાજેશ સાથે વિશ્વની ટોચની ૧૦ રિન્યુએબલ એનર્જી કંપનીમાં સામેલ

elnews

૨૪ જૂન ૨૦૨૪ના રોજ મળેલી અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને ગૌતમ અદાણીનું સંબોધન

elnews

Leave a Comment

error: Content is protected !!