Business EL News
દેશના મોટા શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ 155 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. ઉત્પાદક પ્રદેશમાં વરસાદને કારણે પુરવઠો ખોરવાતા ટામેટાના ભાવમાં વધારો થયો છે. સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. મહાનગરોમાં ટામેટાના છૂટક ભાવ 58-148 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં હતા.
કોલકાતામાં ટામેટાંનો ભાવ સૌથી વધુ 148 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં સૌથી ઓછો 58 રૂપિયા પ્રતિ કિલો હતો. દિલ્હી અને ચેન્નઈમાં ભાવ અનુક્રમે 110 રૂપિયા પ્રતિ કિલો અને 117 રૂપિયા પ્રતિ કિલો હતા. ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, સરેરાશ અખિલ ભારતીય છૂટક કિંમત 83.29 રૂપિયા પ્રતિ કિલો હતી. જેની મોડલ કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો હતી. ડેટા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ટામેટાની સૌથી વધુ કિંમત 155 રૂપિયા પ્રતિ કિલો હતી.
આગામી 15 દિવસમાં નિયંત્રણમાં આવશે
દરમિયાન, દિલ્હીમાં સ્થાનિક વિક્રેતાઓ ગુણવત્તા અને સ્થાનના આધારે 120-140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચી રહ્યા છે. પશ્ચિમ વિહારના સ્થાનિક વિક્રેતા જ્યોતિષ કુમાર ઝાએ જણાવ્યું હતું કે અમે આઝાદપુર હોલસેલ માર્કેટમાંથી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાના ટામેટા ખરીદ્યા છે અને તેને છૂટકમાં 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છીએ. છેલ્લા બે અઠવાડિયામાં, ઉત્પાદક રાજ્યોમાંથી પુરવઠો ખોરવાઈ ગયો છે, ટામેટાની લણણી અને પરિવહનને અસર થઈ છે. સરકારનું કહેવું છે કે ટામેટાના ભાવમાં વર્તમાન વધારો મોસમી બાબત છે અને આ સમય દરમિયાન ભાવ સામાન્ય રીતે ઊંચા હોય છે. આગામી 15 દિવસમાં ભાવ નરમ થવાની અને એક મહિનામાં સામાન્ય થવાની ધારણા છે.
આ રાજ્યમાં સસ્તા ટમેટા ઉપલબ્ધ છે
આ પણ વાંચો… બોલો અમદાવાદમાં એક મહિનામાં જ 43 ભૂવા પડી ગયા,
અત્રે નોંધનીય બાબત એ છે કે આ તમામ સ્થિતિઓ હોવા છતાં, આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં ટામેટાના ભાવ પર લગામ લગાવવા માટે એક રેટ નક્કી કર્યો છે, જે 50 રૂપિયા પ્રતિ કિલો છે. સરકારે આદેશ જારી કરીને કહ્યું છે કે જો કોઈ પણ દુકાનદાર રાજ્યમાં 50 રૂપિયા પ્રતિ કિલોથી વધુ મોંઘા ટામેટાં વેચતો જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.