EL News
ગાંધીનગર તારિખ ૧૦/૦૭/૨૦૨૩ ના રોજ TET – 1-2 અને TAT – 1 પાસ ઉમેદવારો ની ભરતી જ્ઞાન સહાયક 11 માસ કરાર આધારિત કરવા જઈ રહ્યું છે.
એ આપણા રાજ્ય ના શિક્ષણ પર ખૂબજ માઠી અસર થઈ રહી છે. ઠરાવમાં જણાવ્યા મુજબ “જ્ઞાન સહાયક” ની ભરતી TET અને TAT ની પરીક્ષા આધારિત થવા ની છે.
તો જો કરાર આધારિત ભરતી નું આયોજન થઈ શકતું હોય તો કાયમી ભરતી નું આયોજન કેમ ના થાય, દરેક વિધાર્થીઓ માટે આ એક મહત્વ નો પ્રશ્ન છે.
આ પણ વાંચો… ABVP SGGU દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું…
આપ સરકાર ની અમારી નમ્ર અરજ છે કે રાજ્ય ના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા કરી રાજ્ય સરકાર ની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં નવા ઠરાવ રદ કરી જૂની નિમણુક પદ્ધતિ પ્રમાણે TET – 1-2 અને TAT – 1, 2 માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવરોને ને વહેલી વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણુક આપવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા ની સ્પષ્ટ માંગ છે.